હાલના સમયમાં અનેક મોટા શોપિંગ મોલમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. અને તેના પર મસમોટું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. પણ આ સસ્તી વસ્તુઓ આરોગ્ય માટે કેટલી હાનિકારક હોય છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે.
ડી-માર્ટ એ સમગ્ર ગુજરાતના દરેક શહેરોમાં આવલે છે. મોટાભાગના લોકો વસ્તુઓ ડી-માર્ટ માર્હી જ ખરીદતા હશો. પરંતુ આજે અમે તમને એક વાત જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘટના વિષે સાંભળ્યા બાદ તમે ડી-માર્ટ માંથી વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દેશો. આ ઘટના રાજકોટ શહેરની છે.
રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ મોલમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી. જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો કબી બી બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો અને મોલ સંચાલકને નોટિસ આપી હતી.
રાજકોટ મનપાને કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકે ફોન કર્યો હતો અને મોલમાં વાસી અને ફુગવાળી બ્રેડનુ વેચાણ થતુ હોવાની માહિતી આપી હતી. જેના કારણે ફુડ વિભાગની ટીમ તપાસ માટે તત્કાલિક પહોચી ગઈ હતી. જેના કારણે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો અને ડી માર્ટને આ પ્રકારનો વાસી માલ વેચાણ કરવા બદલ નોટિસ આપી હતી. આ પહેલા પણ ડી માર્ટમાં અમદાવાદની કબી-બી કંપનીની બ્રેડના પેકેટ ચેક કરતા બ્રેડમાં ફુગ જોવા મળી હતી, અમુક પેકેટની એક્સપાઇયર તારીખ પૂર્ણ થઈ ગઇ હતી.
કોઇ એવી વસ્તુઓની ખરીદી કરવા જવાનુ થાય કે તે વસ્તુની લાઇફ શોર્ટ છે ત્યારે ખરીદી સમયે એક્સપાઇયરી તારીખ ચેક કરવી અને છેલ્લો દિવસ જો એક્સપાયરીનો હોય તો તે ખરીદી કરવાનુ ટાળવુ જોઇએ. બ્રેડ અને દુધમાં શોટ સેલ્સ લાઇફ હોય છે તેથી તેની ખરીદીમાં ધ્યાન રાખવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news