હાઈવે પર ટ્રક બેકાબુ બનતા સામેથી આવી રહેલ કાર સાથે ધડાકાભેર અથડાતાં પરિવારના 4 લોકોના થયા મોત

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કેટલીકવાર અમુક પરિવાજનોને પોતાના એકના એક દીકરાને ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. હાલમાં માર્ગ અકસ્માતની ખુબ ભયંકર ઘટના સામે આવી છે.  શુક્રવારની સવારમાં એક ભીષણ અર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે.

ઓવરટેક વખતે સામેથી આવી રહેલ વાહનને જોઈ પુરઝડપે આવી રહેલ ટ્રકે નિયંત્રણ ગુમાવતાં ટ્રક પર લોડ 2 કન્ટેનર પલટી મારી ગયા હતા. એક કન્ટેનર બાજુમાં ચાલતી કાર પર પલટી મારી ગઈ હતી. જ્યારે બીજુ કન્ટેનર માર્ગ પર પડ્યું હતું. ભારે કન્ટેનક કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

કારમાં મુસાફરી કરતાં પતિ-પત્ની સહિત 4 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. પોલીસજણાવે છે કે, આ ઘટના સવારનાં 8:30 વાગ્યાનાં સુમારે સર્જાઈ હતી. એકસાથે 4 લોકો કારમાં જઈ રહ્યાં હતા. જેમાં એક મહિલા તેમજ 3 પુરુષ સામેલ છે . તે જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થઈ રહી હતી.

જેમાં 2 ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યા હતા. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રક ચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈને ગભરામણમાં સંતુલન ગુમાવી દીધું હતું. જેને લીધે ટ્રક પર લોડ બંને કન્ટેનર પલટી મારી ગયા હતા. જેમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું.

ભારે કન્ટેનરની વચ્ચે કાર દબાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને જેસીબીની મદદ લઈને કન્ટેનર હટાવી દેવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં કારમાં મુસાફરી કરતા મનોજ શર્મા, અશ્વિની કુમાર દવે, તેમની પત્ની રશ્મિ તથા બુદ્ધરામ પ્રજાપતનું મોત થયુ હતું. આ દુર્ઘટના રાજસ્થાનમાં આવેલ પાલી જિલ્લામાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *