પ્રેમ પ્રકરણ મામલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગર્લફ્રેન્ડે લગ્ન કરવાનો ઇનકાર કરતાં ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની જાતને આગ લગાવી તેની પ્રેમિકાને ભેટી પડ્યો હતો. આ ઘટનામાં યુવક 90% દાઝી ગયો હતો અને યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે યુવતી 55% દાઝી ગઈ છે અને તેની હાલત પણ નાજુક છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવક અને યુવતી બંને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી. યુવતી સરકારી ફોરેન્સિક કોલેજમાં હતી. યુવતી ત્યાં બાયોફિઝિક્સ કેબિનમાં પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી રહી હતી. તે દરમિયાન યુવતીનો બોયફ્રેન્ડ તેને મળવા ત્યાં પહોચ્યો. અને સાથે એક કેનમાં પેટ્રોલ પણ લાવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, બોયફ્રેન્ડ તેણીને જોર જોરથી પૂછવા લાગ્યો કે, તેણે લગ્નની ના કેમ પાડી? ત્યારબાદ તેણે પોતાના પર અને યુવતી પર પેટ્રોલ છાતી આગ ચાંપી દીધી અને પછી તેની ગર્લફ્રેન્ડને ભેટી પડ્યો હતો. બંનેને સળગતા જોઈ લોકો એકઠા થઇ ગયા હતા અને આગ બુઝાવવા લાગ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં યુવક ૯૦% અને યુવતી અડધી દાઝી ગઈ હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં બોયફ્રેન્ડનું મૃત્યુ થયું હતું.
યુવતીના માતા-પિતાએ બોયફ્રેન્ડ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી. બોયફ્રેન્ડના માતા-પિતા પણ પીડિત યુવતીને લગ્ન માટે ધમકી પણ આપતા હતા. પરિવારનું કહેવું છે કે છોકરાના માતા-પિતાએ યુવતીને કહ્યું હતું કે ‘જો તું લગ્ન નહીં કરે તો અમેમારી નાખીશું.’ આથી બાળકીના પરિવારે બેગમપુરા પોલીસ સ્ટેશનમાં યુવકના માતા-પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. સ્ટેશન ઈન્ચાર્જ એ જણાવ્યું કે, આ ઘટના સોમવારે બની હતી. પોલીસે મહિલાના પરિવારની ફરિયાદ પર આઈપીસીની કલમ 307, 326A, 354D, 506,34 હેઠળ કેસ નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.