અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલીક ચોંકાવનાર ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર તો આપણને માન્યમાં ન આવે એવી ઘટનાઓ સર્જાતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયાનો વપરાશ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે કોઈપણ વ્યક્તિ એવો નહીં હોય કે, જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતો હોય.
કેટલાંક વ્યક્તિઓ તો નકલી ID બનાવીને પણ અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરતાં હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. ફેસબુક પર નકલી આઈડીની સાથે ચેટ કરવી સામાન્ય વાત છે પરંતુ એક દંપતીને આવું કરવું ખુબ ભારે પડ્યું હતું. હવે બંનેનું જીવન ભંગાણને આરે પહોંચી ગયું છે.
હકીકતમાં પતિ-પત્ની બંનેએ નકલી id બનાવીને વાતો કરવાનું શરૂ કર્યું હતું. લગભગ 6 મહિના સુધી ચાલ્યું. 6 મહિના બાદ જ્યારે બંને એક રેસ્ટોરન્ટમાં મળવા માટે પહોંચ્યા ત્યારે ખુલાસો થયો. આ ચોંકાવનાર ખુલાસાને લીધે એમનાં વિવાહિત જીવનમાં ખુબ મોટું ભંગાણ પડ્યું હતું.
બંનેએ લગ્નની વાત છુપાવી હતી :
બંને અવિવાહિત તરીકે એકબીજા સાથે વાતો કરતા રહ્યા હતાં. ત્યારપછી ઓનલાઇન મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન યુવકે ગર્લફ્રેન્ડને મળવાનું કહ્યું પરંતુ તેણે ના પાડી. ત્યારબાદ શનિવારે બંને એક રેસ્ટોરન્ટમાં મળવા માટે ગયા હતા.
જ્યારે તેઓએ એકબીજા સામે જોયું, તો બંનેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. પહેલા તો રેસ્ટોરન્ટમાં જ વિવાદ થયો હતો. આ મામલો ઘરે પહોંચ્યો ત્યારે પત્ની પર ત્રાસ આપવામાં આવ્યો હતો. હવે પત્નીએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.