Girl committed suicide: સુરતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે.પ્રેમ લગ્નના પહેલા જ વર્ષે યુવતીએ(Girl committed suicide) ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આપઘાત કર્યા પહેલા કરીના પોતાના પિયરમાં માતા-પિતા ને મળીને સાસરે આવ્યા પછી તેને આવું અંતિમ પગલું ભર્યું છે.
તેના ભાઈએ જણાવ્યું છે કે, મગદલ્લા પોર્ટ પર નોકરી કરતો હોવાનું કહી પોતાની બહેન ને પ્રેમજાળમાં ફસાવી કિશને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પછી એની બહેનને માનસિક ત્રાસ અપાતો હતો. પોલીસ પાસે અમેં ન્યાય ની અપીલ કરીશું.
કરીનાને જૂઠું બોલીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી
યુવક લગ્ન પછી કરીનાને પિયરેથી રૂપિયા લઈ આવવા દબાણ કરી માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ
કરીના અંતિમ પગલું ભર્યા પહેલા પિયરમાં માતા-પિતા ને પણ મળી હતી
લગભગ 3 મહિના સુધી કરીનાના પિયર પક્ષવાળા તેની સાથે અબોલાની જેમ રહ્યા હતા
નીરવ એ જણાવ્યું હતું કે કરીના મારી બહેન છે એને બે ભાઈ અને માતા-પિતા છે. પરિવારમાં એકની એક લાડકી બહેન અને દીકરી હતી. તે સારું ભણેલી પણ છે. જોકે સોશિયલ મીડિયાના મદદથી તે કિશનના સંપર્કમાં આવ્યા બાદ તેને આવું ખરાબ પગલું ભરી બેઠી હતી. કરીના એ ભાગીને લગ્ન કરતા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. લગભગ 3 મહિના સુધી અબોલાની જેમ રહ્યા હતા. જોકે એક ની એક દીકરી અને બે ભાઈઓની લાડકી હોવાથી તેને સ્વીકારી ઘરે બોલાવતા થઈ ગયા હતા.
તેને વધુમાં જણાવ્યું છે કે, ઘરે આવર-જવર બાદ કરીના ઘણી વાર માતાને કહેતી કે કિશન કોઈ કામ નથી કરતો અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા છે. હવે પિયરેથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરે છે. ઘરમાં પણ કામકાજને લઈ મને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આવી ઘણી સામાન્ય ફરિયાદ કરીના પિયરમાં કરતી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube