પરણિત પુરુષો માટે વરદાનથી ઓછો નથી ડુંગળી અને લસણનો આ આર્યુવેદિક નુસ્ખો, સેવન માત્રથી જ…

સમય વિતતા મોટાભાગના પરણિત વ્યક્તિના જીવનમાં યૌન સમસ્યાઓ અને પરેશાની થવાના કારણે જીવન મુશ્કેલ બન્યું છે. આ બધા કારણોસર તેમના લગ્ન જીવનમાં તણાવ અને અસ્થિરતા ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આ તમામ સમસ્યાના સમાધાન રૂપે આયુર્વેદમાં પુરુષોની જાતીય શક્તિ વધારવા માટે ઘણી વાતો કરવામાં આવી છે. જેની મદદથી દરેક પુરુષો ફરીએકવાર પોતાની સેક્સ લાઈફનો આનંદ માણી શકશે અને પહેલા કરતા પણ સારું સુખી લગ્ન જીવન જીવી શકશે. આર્યુવેદમાં આવી સમસ્યાઓને દૂર કરવા માટે ડુંગળી અને લસણનો નુસ્ખો કેવી રીતે અજમાવવો તે વિષેની જાણકારી આપવામાં આવી છે…

જાતીય સ્વાસ્થ્ય માટે આર્યુવેદમાં શું લખ્યું છે?
આયુર્વેદિક નિષ્ણાતે જણાવતા કહ્યું છે કે, ડુંગળી અને લસણ પરણિત પુરુષો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. અને વધુ સારા પરિણામો મેળવવા માટે પુરુષો ડુંગળી અને લસણ માંથી બનેલી આ ચટણીનું દરરોજ સેવન કરી શકે છે. હવે આપણે જાણીએ ડુંગળી અને લસણનો આ નુસ્ખો કેવી રીતે બનાવવો?

કઈ કઈ સામગ્રી જોઈએ?
એક ડુંગળી, બે ટામેટાં, પાંચ-છ લસણની કળી, બે-ત્રણ લીલા મરચા, દોઢ ચમચી સંચળ, સ્વાદ માટે સફેદ મીઠું, એક ટીસ્પૂન શેકેલુ જીરું, લીંબુનો રસ, દોઢ ચમચી ખાંડ. ચટણી બનાવવા આટલી વસ્તુની ખાસ જરૂર પડશે.

કેવી રીતે બનાવવી આ ખાસ ચટણી?
સૌથી પહેલા, ગેસ પર ડુંગળી, લસણની કળી, ટામેટા અને લીલા મરચાને ફ્રાય કરી નાખો. ત્યારબાદ, મિક્સરમાં ઉપર જણાવેલ બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી નાખો. બસ થઇ ગઈ લસણ અને ડુંગળીની ખાસ ચટણી. હવે આ ચટણીને દરરોજ ભોજન સાથે લેવાથી થોડા જ સમયમાં પરિણામ તમારી સામે આવીને ઉભું રહેશે.

જાતીય શક્તિ વધારે છે ડુંગળી
આયુર્વેદિક નિષ્ણાતે જણાવતા કહ્યું છે કે, ડુંગળીના સેવનથી પુરુષોના જનનાંગો મજબૂત થાય છે અને કામવાસનામાં પણ વધારો થાય છે. તેના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરમાં વધારો થાય છે. અને જાતીય સ્ટેમિનામાં પણ સારો સુધારો આવે છે.

નપુંસકતા દુર કરે છે લસણ
પુરુષોની સેક્શુઅલ ડ્રાઇવ વધારવામાં લસણ ખુબ જ ફાયદાકારક નીવડે છે. લસણમાં હાજર એલિસિન કમ્પાઉન્ડ શરીરમાં લોહીનો પ્રવાહ વધારે છે અને નપુંસકતા જેવી ગંભીર સમસ્યા દૂર કરે છે. આ સાથે-સાથે જ લસણના સેવન માત્રથી જ શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં સુધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *