ગેંગસ્ટર વિકાસ દુબેનાં એન્કાઉન્ટરમાં શહીદ થયેલ ઉત્તરપ્રદેશ પોલીસના DSP દેવેન્દ્ર મિશ્રાની પુત્રીએ પોલીસ ફોર્સ જોઇન કરવા અંગેની વાત કરી છે. કાનપુરમાં 3 જુલાઇના રોજ બિકરૂ ગામમાં ગેંગસ્ટર વિકાસ દુબેની સાથે થયેલા અથડામણમા DSP દેવેન્દ્ર મિશ્રાની સાથે અન્ય 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. પોલીસ ટીમનું નેતૃત્વ દેવેન્દ્ર મિશ્રા જ કરી રહ્યા હતા. એમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપ્યા બાદ તેમની દીકરીઓએ રવિવારે તેમની અસ્થિને ગંગામાં વિસર્જિત કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, દેવેન્દ્ર મિશ્રાની મોટી દીકરી વૈષ્ણવીએ પોલીસ ફોર્સને જોઇન કરવાની વાત કરી છે. તેણે જણાવતાં કહ્યું, કે તે ડૉક્ટર બનવાના તેના સપનાંને છોડીને તેના પિતાની જેમ જ પોલીસ ફોર્સને જોઇન કરશે. વૈષ્ણવીએ આગળ કહ્યું,કે હું વિકાસ દુબે જેવાં ગુનેગારોને ત્યાં જ મોકલીશ, જ્યાં તેમની સાચી જગ્યા છે. શહીદ DSPની નાની પુત્રી વૈશાલી સિવિલ સેવામાં જવાં ઈચ્છે છે. તે હાલ ધોરણ-12માં અભ્યાસ કરી રહી છે, અને તેની સાથે સિવિલની પણ તૈયારી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શહીદની દીકરીઓએ પોલીસ અને પ્રશાસનની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે જણાવતાં કહ્યું, કે છાપેમારી પહેલા ગામની વીજળી શા માટે કાપવામાં આવી હતી. એમના પિતાએ અગાઉથી જ એક અધિનસ્થ અધિકારી પર અનુશાસનહીનતા તથા અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. તેના પર કાર્યવાહી શા માટે કરવામાં આવી નહીં.
શહીદની દીકરીઓએ આ મામલામાં CBI તપાસની માંગ કરી છે. કાનપુરના પૂર્વ SSP અને સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સના DIG અનંત દેવએ પુષ્ટિ કરતાં કહ્યું છે, કે મિશ્રાએ SOના વ્યવહારને વિશે ફરિયાદ કરી હતી. તેમણે જણાવતાં કહ્યું,કે સીનિયર્સ અને જૂનિયર્સની વચ્ચે આ રીતના મતભેદ લગભગ તમામ વ્યવસાયોમાં સામાન્ય વાત છે. મને નથી લાગતું, કે આ ઘટનાની સાથે તેમનો કોઇ સીધો સંબંધ હતો.
વિકાસ દુબેની સામે અત્યાર સુધીમાં હત્યા સહીતના કુલ 60 ગુના નોંધાયા છે. તેનું સામ્રાજય ફક્ત ઉત્તરપ્રદેશ પુરતું સિમિત નહોતું. તેણે બિહાર, મધ્ય પ્રદેશમાં પણ તેનો ફેલાવો કર્યો હતો. તેના બિકરુ ગામમાં પણ તેણે કિલ્લા જેવું ઘર બનાવ્યું છે, અને 30-40 ફુટ ઉંચી દિવાલો અને તેની પર કાંટાળા તાર બનાવવામાં આવી રહ્યું છે. અને તેના જ ઘરમાં કુલ 50 સીસીટીવી લગાડેલા છે. ઉત્તરપ્રદેશની પોલીસે શનિવારનાં રોજ તેના કિલ્લા પર બુલડોઝર ફેરવી નાંખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news