રશિયા(Russia): રશિયન સેનાના હુમલા વચ્ચે યુક્રેનિયન સૈનિક(Ukrainian soldier)ની બહાદુરી હાલમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. રશિયન ટેન્કોને રોકવા માટે આ જાંબાજ સૈનિકે દાખવેલી હિંમતને દરેક જણ બિરદાવી રહ્યા છે. આ સૈનિકે રશિયન ટેન્કો(Russian tanks)ને રોકવા માટે પુલ સહિત પોતાની જાતને ઉડાવી દીધી હતી. જણાવી દઈએ કે, યુદ્ધમાં પોતાનો જીવ આપનાર યુક્રેનિયન સૈનિકનું નામ વિટાલી શાકુન(Vitaly Shakun) છે. યુક્રેનિયન આર્મી(Army)એ વિટાલીને હીરો ગણાવતા તેની સ્ટોરી સોશિયલ મીડિયા(Social media) પર શેર કરી છે.
યુક્રેન પર રશિયન સૈન્યના આક્રમણના જવાબમાં યુક્રેનની સૈન્ય અને સામાન્ય જનતા વિરોધ કરી રહી છે. તે જ સમયે, સમાચાર આવ્યા કે, રશિયન સૈન્ય ક્રિમીયા નજીક ખેરસન વિસ્તારમાં બનેલા પુલને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનની સેના તેમને રોકવા માટે સતર્ક હતી.
એક અહેવાલ અનુસાર, ખેરસન ક્ષેત્રમાં તૈનાત યુક્રેનિયન સૈનિક વિટાલી શકુએ આગેવાની લીધી અને રશિયન સેનાને આગળ વધતી અટકાવવા માટે પુલને ઉડાવી દેવા માટે પોતાની જાતને પણ ઉડાવી દીધી. જેથી રશિયન સૈનિકો શહેરમાં પ્રવેશી શકે નહી. એવું કહેવાય છે કે, સૈનિક વિટાલી દ્વારા તોડી પાડવામાં આવેલ પુલ રશિયાના કબજા હેઠળના ક્રિમિયાને યુક્રેન સાથે જોડે છે. વિટાલી પુલનું સંચાલન કરી રહ્યો હતો.
વિટાલીની બહાદુરીને સલામ કરતાં યુક્રેનની સેનાએ જણાવ્યું કે, રશિયાનો મુકાબલો કરવા માટે એક ખાસ મરીન બટાલિયન ત્યાં તૈનાત છે. બટાલિયન એન્જિનિયર વિટાલી શકુએ ક્રિમીયા નજીક હેનીબલ બ્રિજ પર રશિયન દળો મોરચો સંભાળ્યો હતો. રાજધાની કિવ તરફ જતી રશિયન ટાંકીઓને રોકવા માટે પુલને ઉડાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિટાલી શકુને પુલને ઉડાડવા માટે બોલાવવામાં આવ્યો હતો. પુલને એવી રીતે ઉડાવી દેવાનો હતો કે રશિયન સેના આગળ ન વધી શકે. વિટાલીએ તેમના જીવનને દાવ પર મુકીને અંતિમ શ્વાસ સુધી મિશનને આગળ વધાર્યું. પરંતુ તે ત્યાંથી બહાર નીકળી શક્યો ન હતો. આ બહાદુર સૈનિક બ્રિજને ઉડાવી દેતા વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો હતો.
રિપોર્ટ અનુસાર, સેનાએ વિતાલીને તેની બહાદુરી માટે મરણોત્તર સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયન સૈન્યને યુક્રેનિયન સૈન્ય તરફથી અપેક્ષા કરતા વધુ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. રશિયન સૈન્યએ આગાહી કરી હતી તેટલી ઝડપથી કિવ પર આગળ વધી શક્યું નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.