ધોળકામાં પરિવારનો સામૂહિક આપઘાત: એકસાથે બધાએ ગટગટાવી ઝેરી દવા, પિતા-પુત્રનું કરુણ મોત, માતા અને નાના પુત્રની હાલત નાજુક

Published on Trishul News at 10:56 AM, Wed, 6 September 2023

Last modified on September 6th, 2023 at 10:56 AM

Mass suicide of family in Dholka: રાજ્યમાં હાલ સામુહિક આપઘાતના કિસ્સાઓમાં દિવસેને દિવસે પધારો જોવા મળી રહ્યો છે. સામુહિક આપઘાત ની ઘટના અમદાવાદની નજીક આવેલા ધોળકા તાલુકામાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે પરિવારે આપઘાત કરવાના પ્રયત્નો શા માટે કર્યા? તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અમુક માહિતી અનુસાર પોતાની દીકરીના પ્રેમ લગ્ન ના કારણે પરિવારે આ પગલું ભર્યું હોય તેવું સામે આવી રહ્યું છે પરંતુ હજુ સુધી તે અંગેના કોઈ પુરાવા મળ્યા નથી. આ સામુહિક આપઘાતની(Mass suicide of family in Dholka) ઘટનામાં પિતા અને પુત્ર નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે માતા અને નાના પુત્રની હાલત ખૂબ ગંભીર છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સમગ્ર મામલે ધોળકા ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

દવા ગટગટાવતાં પરિવારનાં ચારેય સદસ્યો બેભાન
તેઓ મૂળ મહેસાણાના અને UGVCL માં નોકરી હોવાથી ધોળકામાં પરિવાર સાથે રહેતા કિરણભાઈ પોતાના પરિવાર સાથે કાલે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો કિરણભાઈ તેમની પત્ની અને પોતાના બે દીકરાઓ સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર પરિવારે કલીકુંડ ખાતે પોતાના નિવાસ્થાને જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દવા પીધા પછી ચારે બેભાન થઈ ઢળી પડ્યા હતા.

પિતા અને પુત્રને મૃત જાહેર કર્યા
તેની આસપાસના લોકોને જાણ થતા તેમને તાત્કાલિક ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે સારવાર દરમિયાન પિતા અને પુત્રને મૃત જાહેર કર્યા છે અને જ્યારે માતા અને નાના પુત્રની હાલત ખૂબ ગંભીર છે તેવું જણાવ્યું છે. અને તેની હાલ સારવાર ચાલી રહી છે. પિતા અને પુત્રના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ધોળકાટ આવો ને પોલીસે સમગ્ર મામલે આગળ તપાસ શરૂ કરી દીધી છે.

Be the first to comment on "ધોળકામાં પરિવારનો સામૂહિક આપઘાત: એકસાથે બધાએ ગટગટાવી ઝેરી દવા, પિતા-પુત્રનું કરુણ મોત, માતા અને નાના પુત્રની હાલત નાજુક"

Leave a comment

Your email address will not be published.


*