અંકલેશ્વર ગણેશ મંડળો દ્વારા નર્મદા નદીમાં મૂર્તિઓના વિસર્જન કરવા બાબતે અપાયું આવેદનપત્ર

Published on Trishul News at 11:17 AM, Wed, 6 September 2023

Last modified on September 6th, 2023 at 11:18 AM

Petition regarding removal of idols of Ankleshwar Ganesha Mandal: હવે થોડાક દિવસે પછી ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તેની તેયારી ખુબ સારી ચાલી રહી છે. તેમા અંકલેશ્વર શહેરના ગણેશ મંડળોના આયોજકોએ ગણપતિની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવાની(Petition regarding removal of idols of Ankleshwar Ganesha Mandal) પરવાનગી માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવ્યા પછી પ્રતિમાઓની દયનીય હાલતમાં રહેતા ધાર્મિકો ની લાગણી દુભાય છે. જેથી નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા મંજુરી અને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના થોડાક દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળોના આયોજકો તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તાર અને સોસાયટીઓના ગણોત્સવ આયોજક મંડળો દ્વારા ભગવાન ગણપતિની સ્થાપના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પાસેથી તમામ મંજૂરીઓ પણ લેવામાં આવી રહી છે.

જો કે તંત્ર દ્વારા નર્મદા નદીમાં ગણપતિની કોઈ પણ પ્રતિમા વિસર્જન કરવા મનાઈ ફરમાવી છે. જોકે વહીવટી તંત્રના દ્વારા કુત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓ વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેરના ગણેશ મંડળના આયોજકો દ્વારા વર્ષોની પરંપરા મુજબ નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે આજરોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં તંત્ર દ્વારા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવે છે. પરંતુ વિસર્જન બાદ ભગવાનની વિસર્જિત પ્રતિમા ખુબ ખરાબ હાલતમાં હોય તેવા વિડિઓ- ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતા ગણેશ મંડળો અને શહેરવાસીઓને ધાર્મિક લાગણીઓ દુભાય છે. ત્યારે શહેર સ્થાપિત તમામ ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવા માટે તંત્ર દ્વારા મંજુરી અને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Be the first to comment on "અંકલેશ્વર ગણેશ મંડળો દ્વારા નર્મદા નદીમાં મૂર્તિઓના વિસર્જન કરવા બાબતે અપાયું આવેદનપત્ર"

Leave a comment

Your email address will not be published.


*