સામૂહિક આત્મહત્યા: એવી તે શું મુશ્કેલી આવી પડી કે પટેલ પરિવારના સાત સભ્યોએ જીવન ટુંકાવ્યું

થોડા દિવસો પેલા અમદાવાદ શહેરમાં આવેલા વટવા જીઆઈડીસી વિસ્તારમા એક જ પરિવારના છ સભ્યોના સામૃહિક આપઘાત બાદ આ પરિવારના વધુ એક સભ્યએ આત્મહત્યા કરી છે.…

થોડા દિવસો પેલા અમદાવાદ શહેરમાં આવેલા વટવા જીઆઈડીસી વિસ્તારમા એક જ પરિવારના છ સભ્યોના સામૃહિક આપઘાત બાદ આ પરિવારના વધુ એક સભ્યએ આત્મહત્યા કરી છે.

આ ઘટના ખુબ કરુણ છે.આવી ઘટનાની કોઈ કલ્પના પણ ન કરી શકે.આવી ઘટના ફિલ્મમાં પણ જોવા મળતી  નથી. એક પટેલ પરિવાર પર કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. 17 જૂનના રોજ આ પરિવારના 6 લોકોએ ર્ક સાથે સમુહમાં આત્મ હત્યા કરી હતી. આ ઘટનાને  બે મહિના પસાર થયા બાદ ગઈકાલે આજ પટેલ પરિવારમાં વધુ એક મહિલાએ આત્મહત્યા કરી છે છે. 17 જૂનના દિવસે બે સગા ભાઈ અને તેના ચાર સંતાનોએ મળીને આત્મહત્યા કરી હતી. જો કે પાછળથી મહિલાએ પણ આત્મહત્યા કરતાં આખો પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.

શું છે સમગ્ર મામલો?
આ પરિવારમાં માત્ર બે વ્યક્તિઓ જ બચ્યા હતા. એક દેરાણી અને એક જેઠાણી. આ બંનેના પતિ અને બાળકોએ સામુહિક આપઘાત કરી લીધો હતો. જેમાંથી એક મહિલાએ આજે આત્મ હત્યા કરી હતી.  પોતાના બાળકો વગર માતા રહી ના શકતા આખરે તેમણે મોતને વ્હાલું કર્યું હતું. આત્મહત્યા કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી

શું લખ્યું છે સ્યુસાઇડ નોટમાં?
હું જ્યોત્સના આત્મહત્યા મારી મરજી કરું છું.હું મારા મયુર અને ગુડ્ડી વગર જીવી શકતી નથી.ફોઈ ફુવા, મામા મામી મારા મમ્મીનું ધ્યાન રાખજો. મમ્મી તું વધારે કામ ન કરતી. સાહેબ શ્રી મારા મમ્મીને ડાકોર જવા દેજો.તે બીમાર છે.ફુઆ જયેશ કુમાર હેતલ તમને સોંપી. હેતલ મને માફ કરજો.હું મારા છોકરાને ભૂલી શકતી નથી. આજે બે મહિના અને એક દિવસ થયો.મારુ જીવન મારા બાળકો હતા.આજે મારા છોકરા એટલે મારુ જીવન નથી.એટલે મારે જીવવાનો કોઈ મતલબ નથી. મમ્મી મને માફ કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *