સુરતમાં પિતાવિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્નનો શુભારંભ- હાથમાં મહેંદી મૂકીને લગ્નોત્સવની શરૂઆત

સુરત(Surat): ચુંદડી મહિયરની લગ્નોત્સવ અંતર્ગત ગઈકાલે વર્ષાભીની સવારે પિતા વિહોણી ૩૦૦ દીકરીઓ અને એના પરિવારની ૯૦૦ નો મળીને કુલ ૧૨૦૦ જેટલી યુવતીઓને મહેંદી મૂકીને પ્રસંગની…

સુરત(Surat): ચુંદડી મહિયરની લગ્નોત્સવ અંતર્ગત ગઈકાલે વર્ષાભીની સવારે પિતા વિહોણી ૩૦૦ દીકરીઓ અને એના પરિવારની ૯૦૦ નો મળીને કુલ ૧૨૦૦ જેટલી યુવતીઓને મહેંદી મૂકીને પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી. પી.પી.સવાણી(P.P. Savani) પરિવારના મોભીઓ અને પરિવારની દીકરી-વહુઓ પણ આ પ્રસંગને વધાવવા હાજર હતા. અનેક મહાનુભાવ અને આગેવાન મહિલાઓએ શુકનની પહેલી મહેંદી આ દીકરીઓના હાથમાં મુકીને આશીર્વાદ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આગામી ૪અને ૫ તારીખે યોજાનારા ભવ્ય લગ્ન સમારોહ ચુંદડી મહિયરની નામે યોજવાનો છે. આ વર્ષે ૩૦૦ દીકરીઓ પૈકીની ૧૦૩ દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી; એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૪૪૪૬ દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ ૩૦૦૦ જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચુક્યા છે. ચુંદડી મહિયરની સમારોહના પ્રથમ પ્રસંગ તરીકે આજે સવારે વરસાદી માહોલના કારણે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિશાળ હોલમાં યોજાયેલા મહેંદી પ્રસંગ સાથે લગ્ન પ્રસંગની વિધિવત શરૂઆત થઇ હતી. આજ થી ચાર દિવસ સુધી પી.પી.સવાણી પરિવારના આંગણે આ ૩૦૦ દીકરીઓના લગ્નની વિધિઓ અને લગ્ન અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાશે.

વાતાવરણ ને ધ્યાનમાં રાખી ને તાત્કાલિક ગણતરીના કલાકોમાં સ્થળ બદલ્યું અને હર વર્ષની જેમજ મહેંદી રસમ નોં કાર્યક્રમ હતો. એડીશનલ ઇન્કમટેક્ષ કમિશ્નર જ્યોતિબેન કોરે, સરકારી અધિકારીઓ સર્વ નેહાબેન સવાણી, રસીલાબેન રાયકા, કાજલબેન આંબલીયા, મિતલબેન પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જાણીતા લોકસાહિત્યકાર સંગીતાબેન લાબડીયા, અપેક્ષાબેન પંડ્યા,  સાથે જ ખ્યાતનામ તબીબો ડૉ.સંધ્યાબેન છાસટીયા, ડૉ.અર્પિતાબેન વાછાણી, ડૉ,રીધ્ધીબેન વાઘાણી, ડૉ.કલ્પનાબેન પટેલ, ડૉ.દક્ષાબેન ભડીયાદરા, ડૉ.પ્રીયંકાબેન પટેલ, ડૉ.અમીબેન પટેલ, ડૉ.ઊર્મિબેન ધોળિયા, ડૉ.મીનુબેન બારોટ હાજર રહ્યા હતા. એમની સાથે જ શહેરની અનેક ખ્યાતનામ મહિલા અગ્રણીઓ પણ હાજર હતી અને એમાંના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી.

સ્વાગત પ્રવચન કરતા પી.પી.સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દીકરીએ તો આપણનેઈશ્વરે આપણને આપેલું કન્યાદાન છે. એમણે દીકરીઓને પણ આવનાર અને બદલાનારા જીવન અંગે કેટલીક પ્રેરણાદાયી વાતો કરી હતી. એમણે દીકરીઓને કહ્યું હતું કે સાસુ-સસરાની સેવા પણ માતા-પિતા જેમ કરજો, દીકરી પોતાની સહનશક્તિ વધારીને માફ કરવાનું અને શાંત રહેવાનું શીખી જશે તો જીવન સુખી થશે. સાથે જ એમણે પી.પી.સવાણી પરિવાર દ્વારા થતા વિવિધ સેવાકીય કાર્યોની વાતો કરી હતી.

નાયબ કલેકટર રસીલાબેન રાયકાએ જણાવ્યું હતું કે, આ નાનું સુનું કામ નથી. આ મોંઘવારીના સમયમાં તમામ સમાજની દીકરીઓને પ્રાધાન્ય આપવું, પિતાની છત્રછાયા પૂરી પાડવીએ ભગીરથ કાર્ય છે. ભગવાન રામાપીર હજી વધુ શક્તિ પ્રદાન કરે અને ખુબ લાંબા સમય સુધી કાર્ય કરતા રહે તેવી રામાપીર બાપને પ્રાર્થના.

વાઘોડિયાના ટીડીઓ કાજલબેન આંબલીયાએ જણાવ્યું હતું કે,  શિક્ષણ, આરોગ્યઅને સામાજિક સેવા માટે વલ્લભભાઈ સવાણી સામાજિક કાર્યના પ્રણેતા છે. આટલી જાહોજલાલી હોવા છતાંયવલ્લભભાઈએ પોતાના સંતાનોનાલગ્નસમૂહ લગ્નમાં કર્યા. વરાછા રોડ ઉપર શિક્ષણ અને આરોગ્યની જ્યોત પણ જગાવી છે.

સુરતના કોર્પોરેટર મનીષાબેન આહીરએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણીનું આંગણું એ મારા માટે પણ મારા પિતાનુંઆંગણું છે. હું આજે એક સામાજિક આમંત્રણથી આવી છું, પક્ષાપક્ષીથીદુર રહીને મારા ડેડી આવું સુંદર કામ કરતા હોઈ તપ મારે અહી આવવાની નૈતિક જવાબદારી છે.

પ્રખ્યાત લોકગાયિકા સંગીતાબેન લાબડીયાએ જણાવ્યું હતું કે, બે આંખની ઓળખાણ વગર આટલી બધી દીકરીઓને પરણાવવી અને જીઆણું સુધીનો ખર્ચ ઉપાડવો સાથે રૂબરૂ પિતાની હુંફ પૂરી પાડવા સુધીની જવાબદારી નિભાવવાનો આ કાર્યના સાક્ષી બનવાનો મને મોકો મળ્યો એ માટે હું ધન્યતા અનુભવું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *