Maulana has a Criminal History: ગુજરાત ATSએ ગુજરાતમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની(Maulana has a Criminal History) ધરપકડ કરી છે. મુફ્તીની ધરપકડ કર્યા બાદ એટીએસ મુફ્તીને અમદાવાદ લાવી હતી. અમદાવાદમાં ઉંડી પૂછપરછ કરાયા બાદ તેને જૂનાગઢ લઇ જવાયો છે, જ્યાં જૂનાગઢ પોલીસ તેની ઉંડી પૂછપરછ કરી રહી છે. દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે. અઝહરી સામે આવો જૂનાગઢમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઉપરાંત ચ્છના સામખિયારી પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફ્તી અઝહરી વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો છે.
અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ
પોલીસ રેકોર્ડ મુજબ સલમાન અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે. એક અધિકારીએ કહ્યું કે નફરતભર્યા ભાષણ સિવાય હિંસાના મામલા પણ છે. સૂત્રોએ જણાવ્યું કે પહેલો કેસ ધારવાડના જૂના હુબલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામલો 15 ડિસેમ્બર, 2015નો છે, જેમાં આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
કરછમાં પણ નોંધાયો કેસ
ઉલ્લેખનીય છે કે, મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વિવાદાસ્પદ નિવેદન સામે સામખિયારી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધાયો છે. મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધાયો છે. ગુલસને મામદી ટ્રસ્ટ દ્રારા સામખિયારીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરીના રોજ સામખીયારીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
શાંત પાણીમાં ફેંક્યો પથ્થર
ડહાપણ એમા છે કે શાંત પાણીમાં પથ્થર ન ફેંકાય પરંતુ કેટલાક વાંકદેખા લોકો આવું કર્યા વગર રહી શકતા નથી. શાંત પાણીમાં પથ્થર નાંખવાનું કામ ફરી એકવાર જૂનાગઢમાં જ થયું છે. મુસ્લિમ મૌલાનાએ વ્યસન મુક્તિના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું. ભલે કોઈનું નામ ન લેવામાં આવ્યું પરંતુ ઈશારો બહુમતિ સમુદાય તરફ હતો એ વાત દિવા જેવી સ્પષ્ટ હતી. વીડિયો વાયરલ થયા બાદ તપાસ એજન્સીઓ હરકતમાં આવી અને યથાયોગ્ય કાર્યવાહી થઈ રહી છે. હવે ફરી ફરીને એક જ સવાલ ઉઠે છે કે ધર્મના નામે પોતાની કોમના લોકોને ભડકાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કેમ થઈ રહ્યો છે. આ પહેલા જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે જે બબાલ થઈ તેમા પણ ખોટી અફવાએ જ જોર પકડ્યું અને મામલો બગડી ગયો હતો. મૌલાનાના ભડકાઉ ભાષણ સામે સનાતન ધર્મના સંતો પણ ઉશ્કેરાયા અને તેની સામે તેમના જેવા જ નિવેદન આપ્યા. આ ઘટનામાં જરા બીજી બાજુ નજર કરીએ તો જે શાળા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો તે શાળા હિંદુ-મુસ્લિમ વચ્ચે એક્તા કેવી હોય તેનું હંમેશા ઉદાહરણ પુરુ પાડતી રહી છે અને લગભગ 135 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. કદાચ કહેવાતા મૌલાનાએ માત્ર શાળાના જ ઈતિહાસને ધ્યાને લીધો હોત તો તેમને આવું ભડકાઉ ભાષણ કરવાનું સૂઝ્યું ન હોત તે ચોક્કસ છે. આપણને વધુ નવાઈ એ વાતની પણ લાગે કે જ્યારે મુંબઈમાં છૂપાયેલા મૌલાનાને પકડવા ATSની ટીમ પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ટોળુ પણ એકઠું થઈ ગયું હતું અને ATSએ પરિસ્થિત સંભાળવાની ફરજ પડી હતી.
ગુનાહિત ઇતિહાસ
જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં મોટા ખુલાસાઓ થયા છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ 5 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. મુંબઈમાં ભડકાઉ ભાષણ અને રાયોટિંગને લઈને ગુના નોંધાયા છે. વર્ષ 2014થી ભડકાઉ ભાષણને લઈને આ મૌલાના વિવાદમાં આવ્યો હતો.
-વર્ષ 2008થી 2011 સુધી આ મૌલાનાએ ઇજિપ્તમાં ઇમસ્લામનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં આવ્યો હતો. 14મી ફેબ્રઆરીનાં રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો.
-જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં મૌલાનાએ જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કર્યું.
-આ મૌલાના કેટલીકે ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત સોસાયટી કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube