ભાજપના મુગલસરાયનાં ધારાસભ્ય સાધના સિંહે બસપાનાં પ્રમુખ માયાવતી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સાધના સિંહે એક સભામાં કહ્યું કે, માયાવતી ન તો મહિલામાં છે, ન તો પુરુષમાં, તે કિન્નરથી પણ ખરાબ છે.
તેમણે લખનઉનાં ગેસ્ટ હાઉસમાં થયેલા ચીરહરણને ભુલીને સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ભાજપનાં ધારાસભ્યનાં આ વિવાદાસ્પદ નિવેદન પર રાષ્ટ્રીય મહિલા પંચે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
સત્તા મેળવવા સન્માન પણ વેચી દે છે
સાધના સિંહે ચંદોલીમાં એક સભામાં કહ્યું કે, માયાવતી ન તો પુરુષમાં છે, ન તો સ્ત્રીમાં, તેમને પોતાનું આત્મસન્માન શું છે એ જ ખબર નથી.
દ્રૌપદીનાં ચીરહરણ વખતે તેમને દુશાસન સાથે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને આજની મહિલાઓ બધુ લુટાઈ જતુ હોવા છતા પણ સત્તા મેળવવા માટે સન્માન પણ વેચી દે છે. આ પ્રકારની મહિલા માયાવતીનો અમે આ કાર્યક્રમના આધારે તિરસ્કાર કરીએ છીએ. જે મહિલા સમાજ માટે કલંક સમાન છે.
વધુમાં તેમણે કહ્યું કે, જે મહિલાનું ચીરહરણ થાય છે, તેનાં કપડા ફાટી જાય છે, જો આવી મહિલા સત્તા મટે આગળ આવે છે તો તે કલંક છે. નારી જાત આવી મહિલાઓ માટે પણ કલંક છે. આ મહિલા કિન્નરથી પણ બદત્તર છે, કારણ કે માયાવતી ન તો પુરુષમાં છે, ન તો મહિલામાં છે.
સતીશ મિશ્રાએ કહ્યું- ભાજપના નેતાઓને પાગલખાનામાં ભરતી કરાવો
સાધનાની ટિપ્પણી પર બસપાએ જવાબ આપતા કહ્યું કે, સાધના સિંહ ભાજપની માનસિકતા જાહેર કરે છે. સપા અને બસપાનાં ગઠબંધન બાદ ભાજપના નેતાઓનું માનસિક સંતુલન ખોરવાયુ છે. આ તમામને આગ્રા કે બરેલીનાં પાગલખાનામાં ભરતી કરી દેવા જોઈએ.
ભાજપનાં ધારાસભ્યનાં આ વિવાદાસ્પદ નિવેદન પર રાષ્ટ્રીય મહિલા પંચે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.