ઇન્ટર્ન ડોકટરો સામે રૂપાણી સરકાર જુકી, જાણો નાયબ મુખ્યપ્રધાનએ શું કરી જાહેરાત

ગુજરાતમાં સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે MBBSના ઈન્ટર્ન ડૉક્ટરો હડતાળ પર ઉતર્યાં હતાં. આજે ગાંધીનગરમાં તબીબો સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક કરી હતી. જેમા આરોગ્ય સચિવ જયંતિ રવિ હાજર રહ્યા હતા. સ્ટાઈપેન્ડની માગ સાથે તબીબો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી જેને લઈને આજે મોટો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્યમાં આંદોલન કરી રહેલા ઈન્ટર્ન ડૉક્ટરો સરકાર સામે સ્ટાઈપેન્ડ વધારા માટે આંદોલન કરી રહ્યાં છે. આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ પ્રમાણે ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તેમની જે માંગ છે તેમાં પણ દેશના બીજા રાજ્યો કરતાં 50થી60 ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ છે. દેશના બીજા રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 28 હજા 500, મહારાષ્ટ્રમાં 39 હજાર જ્યારે દિલ્હીમાં મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટરોને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. જ્ચારે ગુજરાતમાં માત્ર 12 હજાર 800 રૂપિયા અપાય છે. જેમાં AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન તરીકે રૂ. 500 આપે છે.

નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે આજે ઈન્ટર્ન ડૉક્ટરો સાથે અગ્ર સચિવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અમે બેઠક કરી હતી. જેમાં તેમની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.  તબીબોના સ્ટાઈપેન્ડ વધારી 18 હજાર કરવામાં આવ્યુ છે. તબીબોની માગ હતી કે, અમારૂ સ્ટાઈપેન્ડ 20 હજાર સુધી કરવામાં આવે. જોકે સરકારે સ્ટાઈપેન્ડ 12 હજાર 800થી વધારી 18 હજાર જેટલું કર્યુ. હોસ્પિટલોની કામગીરીમાં સંકળાયેલા રહેવાના છે. જેથી તેમની લાગણીને માન આપીને રાજ્ય સરકારે દર મહિને વધારાનું પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ પ્રોત્સાહક રકમ તરીકે આપવામાં આવશે.

ગુજરાત સરકારના નિર્ણયથી હવે સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને GMERS હસ્તકની કોલેજના 2200થી વધુ ઇન્ટર્ન તબીબોને લાભ મળશે.પત્રકારો સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોરોના મહામારીની કપરી સ્થિતિમાં રાજ્યના 2 હજાર કરતાં વધુ ઈન્ટર્ન ડૉક્ટરોએ રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં સેવા આપી હતી અને અત્યારે પણ આપી રહ્યાં છે.

નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોને જે 13 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ મળતું હતું તેમાં ચાલુ વર્ષ માટે 5200 રૂપિયાનો વધારો કરીને હવે 18 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ઈન્ટર્ન ડૉક્ટરોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના નિર્ણયથી અમને સન્માન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *