પરિણામ દિલ્હીમાં, અસર ગુજરાતમાં… દિલ્હીના પરિણામોથી ગુજરાતની જનતામાં વધ્યું કેજરીવાલ અને સિસોદિયાનું કદ

ગુજરાતની જનતા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામોની રાહ જોઈ રહી છે. ત્યારે આજે દિલ્હીમાં કોર્પોરેશન ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં આમ આદમી…

ગુજરાતની જનતા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામોની રાહ જોઈ રહી છે. ત્યારે આજે દિલ્હીમાં કોર્પોરેશન ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવી MCD જીતી લીધું છે. એક્ઝિટ પોલ અનુસાર પરિણામ આવતા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ૧૫ વર્ષથી કોર્પોરેશન સંભાળી રહેલી ભાજપના સુપડા સાફ થઇ ગયા છે. છેલ્લા 15 વર્ષથી દિલ્હીના કોર્પોરેશન પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને પછાડી આમ આદમી પાર્ટી દિલ્હીમાં પ્રથમ વખત ‘ડબલ એન્જિન’ સરકાર ચલાવશે.

દિલ્હીના પરિણામોથી ગુજરાતની જનતામાં અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું પણ કદ વધી જશે. દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતે છે તો પાર્ટીના સમય કાળમાં વધારો થશે. સૂત્રોએ જણાવ્યું છે કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને દિલ્હીમાં મોટી ભૂમિકા સોંપાઈ શકે છે, સાથોસાથ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દેશના રાષ્ટ્રીય સ્તરે વિકાસ કરવા માટે મુક્તિ મળી શકે છે.

તમે જાણતા હશો કે છેલ્લા ઘણા સમયથી, આમ આદમી પાર્ટીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના કેસ બાદ આમ આદમી પાર્ટી ઘણી ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ દિલ્હીના પરિણામો સત્યેન્દ્ર જૈન તરફથી મળતી ટીકાઓમાં રાહત આપશે. અને લોકમુખે આમ આદમી પાર્ટીની પોઝીટીવ ચર્ચાઓ વધશે.

અત્યાર સુધીના એક્ઝિટ પોલ દર્શાવી રહ્યા છે કે, દિલ્હીની MCD ચૂંટણી આમદની પાર્ટીની તરફેણમાં છે. પાર્ટી આ વાતનો સીધો ફાયદો ઉઠાવી શકે છે. આમ આદમી પાર્ટી ‘હર્ડકોર ઈમાનદારી’ ના દાવાઓને પુનરાવર્તિત કરી શકે છે. દિલ્હીના પરિણામો અરવિંદ કેજરીવાલની પાર્ટીને ‘કટ્ટર પ્રામાણિક’ તરીકેની છબીને વધુ મજબૂત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *