અમરેલીમાં કાર અને જેસીબી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસિયાનું નિધન

VV Vaghasia died in an accident: જો વાત કરવામાં આવે તો એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને કારણે રાજકીય બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. જો વાત કરવામાં આવે તો અમરેલી (Amreli) જિલ્લાના ભાજપ (BJP)ના સિનિયર નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયા (vv vaghasiya death)નું અકસ્માત (Accident)માં દર્દનાક મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સાવરકુંડલાના શેલણા વંડા વચ્ચે કાર અને JCB સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાને પ્રથમ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં સાવરકુંડલા હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના ડોક્ટર દ્વારા પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયાને મૃત જાહેર કરવામાં આવતા હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં અગ્રણીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ સર્જાય ગયો હતો. બનાવને લઇને સાવરકુંડલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ છે અને અકસ્માતને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમે તમને જણાવી દઈએ કે, સાવરકુંડલા પંથકના વી.વી.વઘાસિયા પ્રથમ RSS ના કાર્યકરથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીથી લઈ સંગઠનમાં અનેક મહત્વ પૂર્ણ કામગીરી કરી ચુક્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય કક્ષાના કૃષિમંત્રી તરીકે પણ સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામગીરી વર્ષો સુધી કરી ચુક્યા છે. આજે અકસ્માતમાં મોત થતા સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં ભારે શોકનો માહોલ સર્જાય ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *