આજકાલ વધતી આત્મહત્યાની ઘટનામાં ફરીવાર એક આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં કોરોના મહામારી વચ્ચે જામનગરમાં તબીબી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, એનેસ્થેસિયા વિભાગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા તબીબી છાત્રએ આત્મહત્યા કરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના મૌલિક પીઠવાએ દર્દીને બેભાન કરવા માટે વપરાતા ઇન્જેક્શનથી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ અને મેડીકલ કોલેજના સતાવાળાઓ દ્વારા રૂમ પર પહોચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જામનગરની ખ્યાતનામ એમ.પી શાહ મેડીકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટના આપઘાતના બનાવથી સનસનાટી મચી જવા પામી છે.
મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા મૌલિક પીઠવા નામના વિદ્યાર્થીએ આજે હોસ્ટેલના છઠ્ઠા માળે પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, મૌલિક પીઠવા મૂળ રાજકોટનો રહેવાસી છે, જે જામનગરમાં તબીબી અભ્યાસ કરતો હતો.
મૌલિકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યું નથી. પરંતુ તેની આત્મહત્યાથી તેની સાથે રહેતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. આ બનાવ અંગે પોલીસ અને હોસ્પિટલ તેમજ કોલેજ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, બનાવ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હાલ મૌલિક કોઈ સ્યૂસાઈડ નોટ છોડીને ગયો છે કે નહિ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.