મેરઠની સુભારતી યુનિવર્સિટીમાં ચોથા માળેથી કૂદીને BDS બીજા વર્ષની વિદ્યાર્થીની વાનિયાનું મૃત્યુ થયું હતું. બુધવારે વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે સિદ્ધાંત નામના યુવકની પણ ધરપકડ કરી હતી, જેણે વિદ્યાર્થીને આત્મવિલોપન માટે ઉશ્કેર્યો હતો. જેમને હાલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે સુભારતી યુનિવર્સિટીમાં BDSની વિદ્યાર્થીની એ 19મીએ યુનિવર્સિટીના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની ને કરોડરજ્જુ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
હોસ્પિટલના ICUમાં દાખલ કરાયેલા વિદ્યાર્થીની ની હાલત નાજુક રહી હતી. શુક્રવારે તેનું અવસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીની કૂદતી જોવા મળી હતી. લોકો તેને કૂદતા રોકવા માટે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. પરંતુ તે કૂદી ગઈ હતી. મૃતક વિદ્યાર્થીની ના પિતાનો પ્રોપર્ટી ડીલિંગનો બિઝનેસ છે
આ કેસમાં પોલીસે મૃતક વિદ્યાર્થીનીના કલાસમેટ સિદ્ધાંતની ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની ને આપઘાત માટે પ્રેરિત કરવાના કેસમાં આરોપી સિદ્ધાંતની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે.
ક્લાસમેટે થપ્પડ મારી
વિદ્યાર્થીની ના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, પુત્રી વાનિયા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સિદ્ધાંતને તેની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ગુસ્સામાં, સિદ્ધાંતે તેને અન્ય વિદ્યાર્થીઓની સામે થપ્પડ મારી. આ પછી વાનિયાએ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.