પંજાબના લુધિયાનામાં રહેતો કુંવર પ્રતાપ સિંહ, કે જે સંપૂર્ણ પ્રતિભાથી ભરપુર છે. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે વિશ્વમાં પોતાનું એક અલગ ઓળખાણ બનાવી. કુંવર પ્રતાપ સિંહને આટલી નાની ઉંમરે 40 સુધીના ધડિયા પણ યાદ છે. એટલું જ નહી, તેણે 23 મિનીટ 48 સેકન્ડમાં 27 પુસ્તકો વાંચવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. કુંવર પ્રતાપ સિંહને તેની સોસાઈટીમાં રહેતા બધાના નામ, સરનામું તેમજ અન્ય વિગતો પણ યાદ છે.
એક પ્રખ્યાત કહેવતની ઉંમર ફક્ત એક સંખ્યા છે, જે લુધિયાનાના સાડા ત્રણ વર્ષના કુંવર પ્રતાપ સિંહે સાબિત કરી બતાવી છે. કુંવરનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. આ સાથે, તેની ચમત્કારી યાદશક્તિને ધ્યાનમાં રાખી તેને ચાઇલ્ડ પ્રોડીજી મેગેઝિન માટે પણ પસંદગી કરવામાં આવી છે.
કુંવર સારાભા નગરમાં સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી છે. તેની આ વિચિત્ર મેમરી સાથે, તેણે 5માં ધોરણમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીને હરાવ્યો હતો. કુંવર પ્રતાપ સિંહ 1 થી 40 સુધીના ધડીયા, વિશ્વના તમામ દેશો અને તેની રાજધાનીઓના નામ, કોઈપણ સંખ્યાને ગુણાકાર અને ભાગાકાર જેવું બધું યાદ છે.
પુસ્તકો પ્રત્યેનો તેનો જુસ્સો, તેમજ પુસ્તકો વાંચવાની અને વિવિધ ભાષા બોલવાની તેમની આવડત પરથી જોઈ શકાઈ છે કે, તે લાંબા શબ્દોનો ઉચ્ચાર સરળતાથી કરી શકે છે અને તે વાંચવામાં પણ તેજ છે. ગુણાકાર, બાદબાકીની સમસ્યાઓ હલ કરવામાં તેમની અનોખી કુશળતા દરેકને મૌખિક રીતે આશ્ચર્યચકિત કરે નાખે છે.
કુંવર પ્રતાપના માતા-પિતાએ કહ્યું કે, તેને નાની ઉંમરના બાળકોને ભણાવવું પસંદ છે. જે તેની સાથે રમે છે. તે સોસાઈટીના તમામ લોકોના નામ, મકાન નંબરો અને અન્ય વિગતો પણ યાદ છે. તેના નામે ઘણા વિશ્વ રેકોર્ડ્સ નોંધાયેલા છે.
ફોટોઓને યાદ રાખવાની તેની અનોખી પ્રચંડ યાદશક્તિથી, તે એક વર્ષ અગાઉ બનેલી કોઈપણ વસ્તુ ઝડપથી યાદ કરી શકે છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં, કુંવર પ્રતાપ સિંહ 1 મિનિટમાં 27 સ્મારકોના નામ તેમજ 1 મિનિટમાં 14 ધડીયા સંભળાવવા માટે ગ્રાન્ડમાસ્ટરનું પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ખુબ નાની ઉંમરે, તેનું નામ આંતરરાષ્ટ્રીય બુક ઓફ રેકોર્ડ્સમાં તમામ ભારતીય રાજ્યોના રાજધાનીઓના નામ 48 સેકન્ડમાં કહેવા માટે, તેમજ 23 મિનિટ 48 સેકંડમાં 27 પુસ્તકો વાંચવા માટે નોંધાયેલું છે. ચાઇલ્ડ પ્રોડીજી મેગેઝીનમાં કુંવર પ્રતાપ સિંહ ભારતભરના ટોચના 100 બાળકોમાં તેની પસંદગી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.