ફરી એક વાર ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ચોમાસું જામી શકે છે. જ્યારે 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યાતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે સારા એવો વરસાદ પડી શકે તેવા એંધાણ આપ્યા છે. તેમજ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ સર્જાશે. જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જોવા જઈએ તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી.
આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો અન્ય કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદના સમાચાર સાંભળીને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.