Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીમાં બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસમાં(Gujarat Rain Forecast) વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર એકસાથે ચાર સક્રિય સિસ્ટમ વરસાદ લાવશે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
એકસાથે 4 સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે
હવામાન વિભાગે આગાહી કરી રાજ્યમાં બે દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. જોકે 3 દિવસ બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જે બાદ રાજ્યમાં વરસાદ આવશે. હાલ રાજસ્થાનની ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં વરસાદ લાવશે. એવામાં 11થી 13 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે.
ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે
દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂનને લઈ અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. દેશમાં પર અલગ – અલગ 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાંથી 2 સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ છે. જેના પગલે ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.
3 દિવસ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
ગુજરાતમાં સાત દિવસ સમાન્ય વરસાદની આગાહી આગાહી કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમાં દિવસે સામાન્ય વરસાદની શક્યતા છે. તેમજ ગુજરાતમાં ચોથા દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.
11 મે એ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદાર નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. આ બાદ 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી છે. તો 13મી મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ અન દાદારા નગર હવેલી, તથા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App