પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરીને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા.
વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. ટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ થનારી યુવતી અલ્પીતા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું જાણવા મળે છે.
અલ્પીતા ચૌધરીના નામથી એક્ટિવ ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો જોવા મળે છે. આ યુવતીના ફેસબુકમાં ઢગલા બંધ વીડિયો અને તસવીરો મૂકવામાં આવી છે.
ચૌધરીના એકાઉન્ટ ફેસબુક પર ફિલ્ટર એપ B16 અને સુપર સેલ્ફી સહીત અનેક એપના ઉપયોગથી એડિટ કરીને પોલીસકર્મીએ જુદા જુદા પ્રકારની તસવીરો મૂકી હતી.
મહિલા કોન્સ્ટેબલ પેટ્સના પણ શોખીન હોય તેવું જાણવા મળી રહ્યું છે, તેમણે પોલીસ ડોગ સાથેની અનેક તસવીરો ફેસબુકમાં મૂકી છે.
તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં હેરસ્ટાઇલથી લઈને ટ્રેન્ડી ડ્રેસિસ અને સેલ્ફીઓની વણઝાર જોવા મળે છે.
બર્થ ડે સેલિબ્રેશન કરતી અલ્પીતા ચૌધરી.
તમામ તસવીરો ફેસબુક પરથી લેવામાં આવી છે.