મહેસાણા(ગુજરાત): મહેસાણા(Mehsana)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લામાં મજૂરી કામ કરીને આસપાસના વિસ્તારમાં રેકી કર્યા પછી ઘર ફોડ અને મંદિરોમાં ચોરીની ઘટના(Incident of house burglary and theft in temples)ને અંજામ આપતી ટોળકીનો આંતક(The terror of the gang) વધી ગયો હતો. તેથી પોલીસે(Police) દાહોદ જિલ્લા(Dahod District)ની ચોર ટોળકી મહેસાણા પોલીસ(Mehsana Police)માંથી અટકાયત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવમાં વધારો થઇ રહ્યો હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થ રાજ સિંહ ગોહિલે(Chief Dr. Parth Raj Singh Gohil) બનાવની ગંભીરતાને સમજીને ઘરફોડ અને મંદિર ચોરીઓની ઘટનાને અંજામ આપતા તત્વોને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
મહેસાણા પોલીસની ટીમે જિલ્લામાં ચોરી અને અપરાધ રોકવા અને ચોરની ટોળકીને પકડવા માટે મજૂરનો વેશ ધારણ કરીને સતત 4 દિવસ સુધી વોચ ગોઠવી જિલ્લામાં ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનારી દાહોદ જિલ્લાની ગેંગને પકડવામાં સફળ રહી હતી. ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી જેમાં મહેસાણા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં કરાયેલી ચોરીઓ સહિત 17 ગુનાનો ભેદ ઉકેલી પાડ્યો હતો.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મજૂરી કામ કરીને મહેસાણા જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં લોકોના ઘર તેમજ મંદિરોમાં સ્થાનિક રેકી કરતા હતા. ત્યારબાદ મોડી રાત્રે કોષ અને હથોડા જેવા હથિયારો સાથે ઘર અને સંસ્થાઓના પાછળના દરવાજા તોડી સોના-ચાંદીના આભૂષણ અને રોકડ રકમની ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હોવાની પોલીસને જાણ થઇ હતી. જેથી પોલીસ કર્મચારીઓ મજૂરનો વેશ ધારણ કરીને તપાસ હાથ ધરી હતી. જ્યાં તેઓને દાહોદ જિલ્લાની ચોર ટોળકીને પકડી પડી હતી. પોલીસે ગેંગના ચાર સભ્યોમાંથી એક કિશોરની અટકાયત કરીને તેઓની પાસેથી બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જોકે, હજુ વધુ 4 આરોપી પોલીસ પકડમાંથી ફરાર છે. પોલીસ સામે અગાઉ ટોળકીએ તારંગા જૈન મંદિર અને વરવાડા ચામુંડા માતાજીના મંદિરે ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. આ ઉપરાંત આ ગેંગે મહેસાણા, વડોદરા, અમદાવાદ સહિતના જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે કનું મહિયા, રાકેશ ગુડિયા, પરેશ ભુરિયા અને લલિત રત્નાની ધરપકડ કરી છે. જોકે, હજુ પણ ગોરો મેડા, કેહુ મેંડાં, સંજય પરમાર અને રાજુ રત્નાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.