બાઈક સવારોને બચાવવા જતાં 8 મુસાફરોથી ભરેલ કાર કુવામાં ખાબકી, દોઢ વર્ષીય બાળક સહિત આટલાનાં મોત

ગુજરાત: માર્ગ અકસ્માત (Road accident) ની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી ઘટનાઓમાં કેટ-કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય…

ગુજરાત: માર્ગ અકસ્માત (Road accident) ની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી ઘટનાઓમાં કેટ-કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આવી અન્ય જ એક જીવલેણ ઘટના ઉત્તર ગુજરાત (north Gujarat) મહેસાણા જિલ્લા (mehsana) સતલાસણામાં બની હતી. અહીં એક સ્કોર્પીયો જીપ કૂવામાં (Scorpio Jeep fell into well) ખાબકી ગઈ હતી.

જેને કારણે 2 લોકોના મોત થતા હતા. મૃતકોમાં દોઢ વર્ષીય બાળક તેમજ 60 વર્ષીય વૃદ્ધા સામેલ છે. મળી રહેલ જાણકારી મુજબ રવિવારની મોડી સાંજે મહેસાણા જિલ્લામાં આવેલ સતલાસણાના પટેલવાડી નજીક એક સ્કોર્પીઓ જીપ પસાર થઈ રહી હતી. જો કે, આ દરમિયાન બાઈક સવારને બચાવવા જતાં સ્કોર્પીયો ચાલકે કાબુ ગુમાવતા જીપ નજીકનાં કૂવામાં ખાબકી હતી.

8 લોકોથી સવાર સ્કોર્પિયો કાર કૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટનાને કારણે બાઈક સવાર તથા જીપમાં સવાર કુલ 10 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાંથી 2 લોકોના મોત થયા હતા. મૃતકોમાં દોઢ વર્ષીય બાળક તથા 60 વર્ષીય વૃદ્ધા સામેલ છે. ઘટનાની જાણ થતાંની સાથે સ્થાનિક લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા.

પોલીસને આ અંગેની જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં ક્રાઈનની મદદથી સ્કોર્પીયોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પટિલમાં દાખલ કરાયા હતા. મૃતકોની વાત કરવામાં આવે તો ફક્ત દોઢ વર્ષીય યશરાજસિંહ ચૌહાણ તેમજ જળીબા ચંદરસિંહ વઘારે બંને રામગરના રહેવાસી છે.

જ્યારે ભડાવાસના રહેવાસી ચૌહાણ ઇશ્વર સિંહ કનોસિંહ, ચૌહાણ ગજુસિંહ ચૌહાણ સોનલબા દગુસિંહ, રણજિત સિંહ દુગસિંહ ચૌહાણને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આની ઉપરાંત વજાપુરના રહેવાસી જવાનજી રામાજી ઠાકોર તથા બાદલભાઈ બેચરજી ઠાકોર બંને બાઈક લઈને જતા હતા.

આની ઉપરાંત સ્કોર્પીયો કારમાં હતભા ગજેસિંહ ચૌહાણ કે, જે ભાણાવાસના રહેવાશી છે. આની ઉપરાંત અકસ્માતમાં ચૌહાણ દરતુસિંહ ગજેસિંહ કે, જેઓ ભાણાવાસના રહેવાશીને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અંગે મળી રહેલ જાણકારી મુજબ મળતી માહિતી મુજબ ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને વડનગરની સિવિલમાંથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *