મેહુલ બોઘરાનો રાજકારણમાં પ્રવેશ? પાર્ટીમાં જોડાશે કે પોતાની નવી પાર્ટી ખોલશે… – જાણો મેહુલે શું કહ્યું?

સુરત(Surat): શહેરમાં ગત 18 જુલાઈના રોજ સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલાનો વિડીયો ફરતો થયો હતો. આ હુમલો કથિત TRB (ટ્રાફિક જવાન) સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા કરવામાં આવ્યો હતો. વકીલ મેહુલ બોઘરાએ તેમના પર હપ્તા લેવાનો ગંભીર આરોપ લગાવ્યા હતા.

રાજકારણમાં જોડાવાને લઈને મેહુલ બોઘરાએ જાણો શું કહ્યું?
વકીલ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું છે કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકા છે. મને ખોટું બોલતા આવડતું નથી. રાજકારણી તો બનવાનો છું પણ આવો નથી બનવાનો જે હાલમાં લોકો હોય છે. ઉમેરતા કહ્યું છે કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને ખાલી બોલ બચ્ચન કરવા છે એવા બધા રાજકારણમાં આવીને બની બેઠા છે, તો મારા માં તો જુસ્સો છે, દેશ માટે કઈ કરવાની ભાવના છે, રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ના આવું? પરંતુ આગામી સમયમાં જે ઈલેક્શનો આવવાના છે તેના માટે હાલ મારી કોઈ તૈયારી નથી.

રાજકારણમાં કોઈ પાર્ટી નક્કી ના હોય કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. મેહુલ બોઘરા પોતાની પાર્ટી પણ બનાવે, અપક્ષમાં પણ લડે એ કોઈ વસ્તુ હાલ માં છે નહી, આ બધા ભવિષ્યના પ્લાનિંગ છે. ભવિષ્યમાં લોકોનું સમર્થન હશે, લોકચાહના હશે ત્યારે મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી. તમામ પાર્ટીઓનો પોલીટીકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાર્ટીઓ જ છે તેવું નથી, અલગ પાર્ટી પણ બને, અપક્ષમાંથી પણ લડાઈ, પરંતુ લોકચાહના હશે તે પ્રમાણે મોહુલ બોઘરા આગળ વધશે. 

જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.

મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને રાતના સમયે પોલીસ સ્ટેશનમાં સેકંડોની ભીડમાં આરોપી સાજન ભરવાડ સામે ફરિયાદ લેવાની ઉગ્ર માંગ કરી હતી. ઉગ્ર માંગ જોઈ પોલીસે પણ ફરિયાદ લઇ આરોપી વિરુદ્ધ કલમ આઇપીસી ૩૦૭ નોંધી ગુનો ફરિયાદ નોંધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *