ગુજરાતના સુરત શહેરમાં કિન્નરો દ્વારા એક વ્યક્તિને ઢોર માર માર્યા પછી સુરતના એક બજારમાં વેપારીઓએ તેમના પર પૂરે-પૂરો પ્રતિબંધ લગાવી દીધો છે. સુરતના જાપાન માર્કેટના પ્રેસિડેન્ટ એલ શર્મા એ કહ્યું હતું કે, તેઓ જનતાને હેરાન કરે છે, જ્યાં સુધી તેમના પર રોક ન લગાવી દેવામાં આવે, તેઓ શીખશે નહીં કે તેમણે કેવું વર્તન ન કરવું જોઈએ. તો બીજી તરફ કિન્નરો તેમના પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે.
Gujarat: Members of transgender community banned by traders, from a market in Surat allegedly after a man was beaten to death by transgenders in city. L Sharma, Pres of Japan Market says, “They harass ppl, unless they’re banned they won’t learn that they shouldn’t do such things” pic.twitter.com/prGtda3t18
— ANI (@ANI) September 26, 2019
સુરતમાં કિન્નરોના સમુદાયની સભ્ય પાયલ કૌર કહે છે, અમારા પર લાગાવેલા આ પ્રતિબંધથી અમે વ્યથિત છીએ. જે પૈસા અમને વિશેષ તહેવારો પર આ બજારોમાંથી મળે છે, તેનાથી જ અમારુ ભરણ-પોષણ થાય છે. એક સદસ્ય દ્વારા કરેલા ગુના માટે તેના આખા સમુદાયને દંડ ન કરી શકાય.
Payal Kuar, a member of the transgender community in Surat: We’re distressed by this ban, the money that we get from these markets on special occasions is our sustenance.We’re being punished for a crime that was committed by a single member of our community, it’s unfair. #Gujarat https://t.co/gG4djJo79k pic.twitter.com/JGCsSyu91W
— ANI (@ANI) September 26, 2019
જાણો શું છે પૂરી ઘટના ?
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેનાર ગહરીલાલ ખટિકના ઘરમાં બે દીકરીઓ બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો. પણ કિન્નરોએ તેમની આ ખુશીને દુઃખમાં ફેરવી નાખી હતી. કિન્નરોએ તેમની પાસેથી દાપુના રૂપમાં 11 હજાર રૂપિયાની માંગ કરી હતી, પણ મજૂરીનું કામ કરી ગુજરાન ચલાવનાર ગહરીલાલ પાસે આટલા રૂપિયા હતા નહીં. માટે તેમણે કિન્નરોને 2100 રૂપિયા આપવાની વાત કહી હતી. પણ કિન્નરો આ વાતથી ભડકી ગયા અને તેમણે મારા-મારી શરૂ કરી દીધી હતી.
કિન્નરોએ તેમના કપડા ફાડી નાખ્યા, ત્યાર પછી પરિવારે પાડોશી પાસેથી 7 હજાર ઉછીના લઈને કિન્નરોને આપ્યા, છતાં કિન્નરો માન્યા નહી અને તેમણે ગહરીલાલને મારવાનું શરૂ કરી દીધું હતું. લોકો તેમને બચાવવા માટે પહોંચ્યા તો કિન્નરોએ તેમનું માથું દિવાલ પર પટકી નાખ્યું, જેનાથી તેમના માથાથી નસો ફાટી ગઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. ત્યાર પછી કિન્નરો ત્યાથી ફરાર થઈ ગયા.
હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું. મગજની નસ ફાટી જતા તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ખુબ જ નાજુક હતી અને સારવાર દરમ્યાન જ તેમનું નિધન થઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.