છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલા વિશ્વના 15 સૌથી ગરમ શહેરોમાં 10 ભારતના છે. આ દરમિયાન ચુરુનો પારો સૌથી વધુ 50 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયો. હવામાન પર નજર રાખનાર વેબસાઈટ એલડોરાડોએ સોમવારે વિશ્વભરના તાપમાનના આંકડા જાહેર કર્યા હતા.
ક્રમ | શહેર(દેશ) | તાપમાન(ડિગ્રી સેલ્સિયસમાં) |
1 | ચુરુ(ભારત) | 50.3 |
2 | જૈકબાબાદ(પાકિસ્તાન) | 50.1 |
3 | ગંગાનગર(ભારત) | 48.8 |
4 | સિબી(પાકિસ્તાન) | 48.5 |
5 | બીકાનેર(ભારત) | 48.5 |
6 | ફલોદી-જોધપુર(ભારત) | 48.2 |
7 | રોહરી(પાકિસ્તાન) | 48.1 |
8 | જૈસલમેર(ભારત) | 47.8 |
9 | નૈગાંવ(ભારત) | 47.7 |
10 | ખાનપુર(પાકિસ્તાન) | 47.6 |
11 | નરનૈલ(ભારત) | 47.6 |
12 | બહાવલ નગર(પાકિસ્તાન) | 47.5 |
13 | કોટા એયરોડ્રામ(ભારત) | 47.5 |
14 | પિલાની(ભારત) | 47.5 |
15 | બાડમેર(રાજસ્થાન) | 47.2 |
રાજસ્થાનમાં રેડ એલર્ટ, સીકરમાં ખેડૂતનું મોત.
રાજસ્થાનના સીકરમાં રવિવારે લૂ લાગવાથી એક ખેડૂતનું મુત્યું થયું છે. સોમવારે પશ્ચિમ રાજસ્થાનની કેટલીક જગ્યાઓએ લૂના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. ગત મહિને મોસમ વિભાગે એમ કહ્યું હતું કે ચોમસું જ આ ગરમ હવાથી છુટકારો અપાવશે. 6 જૂન સુધી દક્ષિણ તટ પર પહોંચવાની શકયતા છે.
ચુરુમાં રસ્તાઓ પર પાણી નાખવામાં આવી રહ્યું છે.
ચરુમાં ગરમીને જોતા સ્થાનિક વહીવટતંત્ર એ લૂની ચેતવણી આપી છે. સરકારી દવાખાનાઓને ઈમરજન્સી વોર્ડમાં એરકન્ડીશનર, કુલર્સ, દવાઓ સાથે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રસ્તાઓ પર પાણી પણ નાખવામાં આવી રહ્યું છે.
ભોપાલમાં સિઝનનો સૌથી ગરમ દિવસ, 45.3 ડિગ્રી પર પહોંચ્યો પારો.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સોમવારે તાપમાન 45.3 ડિગ્રી રહ્યું. આજનો દિવસ આ સિઝનનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 2-3 દિવસ સુધી મધ્યપ્રદેશમાં ગરમી અને લૂથી રાહત મળે તેવી કોઈ શકયતા નથી. અગામી 24 કલાક સુધીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25 જિલ્લામાં લૂની ચેતવણી આપવામાં આવી.
અલ્મોડા-ચમોલીમાં ભારે વરસાદને પગલે ઘણાં ઘરો વહી ગયા.
ઉતરાખંડમાં અલ્મોડા અને ચમોલી જિલ્લામાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિનું મોત થયું છે. જયારે વ્યક્તિ ગુમ થયો છે. ખીડા ગામમાં સતત વરસાદને પગલે ઘણાં ઘરો પાણીમાં વહી ગયા. એસડીઆરએફની કમાન્ડન્ટ તૃપ્તિ ભટ્ટે જણાવ્યું કે ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ હાલ ચાલું છે. રામગંગા નદીમાં જળસ્તર વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.