ગુજરાત(Gujarat): રાજ્યમાં આજથી એટલે કે શુક્રવારથી ભારેથી અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારને ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. તારીખ 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 6 જિલ્લાને રેડ એલર્ટ(Red Alert) પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
આજે ક્યાં-ક્યાં વિસ્તારમાં પડી શકે વરસાદ?
હવામાન વિભાગી આગાહી મુજબ આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, બોટાદ, દ્વારકા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા અને પોરબંદરમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 23 અને 24 જુલાઇના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો કચ્છમાં 23 જુલાઇના રોજ અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં પણ 23 અને 24 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 જુલાઈના રોજ સુરત, વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. આથી, 23 અને 24મી તારીખના રોજ માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
રેડ એલર્ટ જાહેર:
હવામાન વિભાગની આગાહી મુજબ, 22 અને 23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તારીખ 23 અને 24 જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.24 અને 25 જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.