ગુજરાત(Gujarat): નવા વર્ષના પહેલા જ દિવસે ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ પછી ફરી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાય ચુક્યું છે. જ્યારે અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.4 ડિગ્રી તાપમાન, ભૂજમાં 12 અને ડીસામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી(Cold forecast) કરવામાં આવી છે.
ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર, હવે ફરી હાડ થીજાવતી ઠંડી પડવા લાગી છે. ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાર બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો નોંધાશે. રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાને કારણે ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળી હતી. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. એક જ રાત્રીમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ઘટી જવાને કારણે કડકતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, સતત વધી રહેલી ઠંડીને કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. ઉત્તર ભારતમાં હીમવર્ષા થઇ હોવાથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જતા ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.