હવામાન વિભાગની ભયંકર આગાહી- ગુજરાતમાં ચારેકોર જામશે વરસાદી માહોલ

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલમાં ચારેકોર વરસાદ ખાબકી રહ્યો છે. આવા વાતાવરણમાં આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે(Meteorological department) આગાહી કરતા કહ્યું છે કે, દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ની અસર રાજ્ય પર પડવાની શક્યતાઓ છે, જેને કારણે વરસાદની શક્યતાઓ પણ છે.

મહત્વનું છે કે, કેટલીય જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે, માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે.

હવમાન વિભાગ દ્વારા પોતાની આગાહીમાં વાત કરતા કહ્યું છે કે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યના હવામાનમાં પલટો આવી રહ્યો છે. આજથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે, પરંતુ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે , તેવી શક્યતાઓ સેવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *