Meteorological department forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે અને આ નવી સિસ્ટમના કારણે ગુજરાતને પાછું મેઘરાજાનું આગમન થશે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે પણ ગુજરાતમાં(Meteorological department forecast) વરસાદની શક્યતા યથાવત છે. રાજ્યમાં આજે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, રાજ્યમાં છુટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.
આજે આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા
હવામાન વિભાગ ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, 12 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર પણ ઘટશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ 15 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. તેમજ ગુજરાતમાં તારીખ 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે અને 18 થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓરીસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18થી 20 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે.
નર્મદા નદીનું વધશે જળસ્તરઃ અંબાલાલ પટેલ
આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધરાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધશે.
અત્યાર સુધીમાં 43.77 ટકા વરસાદ
ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. ગુજરાતમાં ઠેર-ઠેર સારો એવો વરસાદ પડતાં સિંચાઈ માટેનું પાણી કહો કે પશુઓ માટેનો ઘાસચારો ગણો, પરંતુ આ તમામ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા પાણીની સારી એવી આવક થઈ છે એટલે લોકોને પીવાના પાણીની અગાઉની જેમ તકલીફ નહીં પડે તેવું લગી રહ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube