ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological department)ની આગાહી અનુસાર ગુજરાતમાં (Gujarat rain update) આગામી પાંચ દિવસ ભારે વરસાદ(Gujarat Rain forecast) ખાબકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાઓ સેવવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે બુધવારે 17મી તારીખને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિયથવાને કારણે રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે.
ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં 3,90,656 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટર નોંધાઇ ચુકી છે.
ભારે વરસાદના કારણે લોકોને સવારમાં ઓફિસ અને પોતાના ધંધે કે કામ કાજે જવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સતત વરસાદના પગલે અમુક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ જવાને કારણે લોકોને ઓફિસે જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.