ગુજરાતીઓ બે દિવસ સતર્ક રહેજો! અતિભારે વરસાદની આગાહી વચ્ચે આ જીલ્લામાં ખાબકશે ધોધમાર વરસાદ 

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગ(Meteorological Department) આગાહી(Rain forecast) વચ્ચે અમદાવાદ અને સુરતમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Heavy Rain) ખાબકી રહ્યો છે. જયારે અમદાવાદમાં વહેલી સવારથી જ પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે સુરતના વરાછા, કતારગામ, યોગીચોક અને અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

ભારે વરસાદના કારણે લોકોને સવારમાં ઓફિસ અને પોતાના ધંધે કે કામ કાજે જવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સતત વરસાદના પગલે અમુક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ જવાને કારણે લોકોને ઓફિસે જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મી તારીખને બુધવારે એટલે કે આવતીકાલે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિયથવાને કારણે રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.’ હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જને લઇને દ્વારકાના દરિયામાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં 10 થી 15 ફૂટ ઉંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *