ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં આણંદમા સૌથી વધુ 12.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો સુરતના ઉમરપાડામાં 24 કલામાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં 5.5 ઈંચ વરસાદ, નડિયાદ- પેટલાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના લખતરમા 8.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ખેડાના નડિયાદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના ડેડીયાપાડામા 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદના આંકલાવ અને સુરતના બારડોલીમા 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના અન્ય 10 તાલુકાઓમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો 70.32 ટકા વરસાદ પડી ગયો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 14 થી 17 ઓગસ્ટે વરસાદ આવશે
ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 14 થી 17 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 14 થી 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 24 અને 25 ઓગસ્ટે એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 14 ઓગસ્ટના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે તો પોરબંદર અમદાવાદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા મહેસાણા પાટણ સાબરકાંઠા અમરેલી બોટાદ દીવ અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે.
15 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 15 ઓગસ્ટના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી દ્વારકા પોરબંદર વડોદરા ભરૂચ ડાંગ સુરત તાપી ગીર સોમનાથ જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તો અમદાવાદ આણંદ બનાસકાંઠા દાહોદ ખેડા મહેસાણા પંચમહાલ પાટણ સાબરકાંઠા નર્મદા છોટા ઉદેપુર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મોરબી રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.
16 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 16 ઓગસ્ટના રોજ દ્વારકા પાટણ બનાસકાંઠા વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદની તો મહેસાણા ગીરસોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપી છે.
17 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 17 ઓગસ્ટના રોજ હવામાન વિભાગના જણાવ્યાનુસાર બનાસકાંઠા દમણ દાદરાનગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ થઇ શકે છે તો મહેસાણા પાટણ દ્વારકા જામનગર અને મોરબીમાં ભારે વરસાદ થઇ શકે છે. અને 18 ઓગસ્ટના સોમા બનાસકાંઠા સાબરકાંઠા તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જયારે અરવલ્લી દાહોદ ગાંધીનગર ખેડા વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP