હવામાન વિભાગની ગરમી લઈને મોટી આગાહી- જાણો ગુજરાતમાં આગામી 4 દિવસ કેવું રહેશે વાતાવરણ

Gujarat Weather Forecast: માર્ચ મહિનાના શરૂઆતમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. માર્ચ મહિનામાં મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.…

Gujarat Weather Forecast: માર્ચ મહિનાના શરૂઆતમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. માર્ચ મહિનામાં મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં હજૂ પણ ગરમી કહેર મચાવશે. રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનનો પારો(Gujarat Weather Forecast) ઊંચકાઈ રહ્યો છે. હવે વહેલી સવારે અને રાતે જ માત્ર થોડી ઠંડક લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે ગરમીને લઇ કરી આગાહી
દિવસેને દિવસે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે.40 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું છે. જ્યારે 10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે ગરમીને લઈ નવી આગાહી કરી છે. જેમાં હજુ પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. વિશેષ રીતે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાશે.

10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. 40 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે જ્યારે 10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવાની સંભાવના છે. અનેક શહેરમાં હીટવેવની અસર જોવા મળી છે.