Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની(Ambalal Patel Rain Forecast) આગાહી પણ સામે આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે અટેલે કે તારીખ 19 અને 20 જુલાઈના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું છે કે, આજે અને આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, વડોદરા, સાવલી, કરજણ, પેટલાદ, તારાપુર, આણંદ, નડીયાદ, ખેડા, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, સાંબરકાઠામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
24 જુલાઈએ બીજી સિસ્ટમ થશે સક્રિયઃ અંબાલાલ પટેલ
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આવનારી તારીખ 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી તારીખ 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.
વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યાતા છે.
20-21 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
20 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
21 જુલાઈએ પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભારે વરસાદની શક્યતા યથાવત છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube