Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કેટલાક વિસ્તારમાં હળવા અને ક્યાય માધ્યમ વરસાદના એંધાણ કરવામાં આવી રહ્યા છે. (Ambalal Patel Rain Forecast)
દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
આગાહી મુજબ આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. બીજી તરફ આજે દાહોદ, મહેસાણા,મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તેવી જ રીતે તારીખ 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ પડશે. તેમજ 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે
વધુમાં 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
152 તાલુકામાં વરસાદ નોંધાયો
બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે. જેમાં બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, કડાણામાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, મહુધામાં 1 ઈંચ, ખેરગામમાં 1 ઈંચ, સંજેલીમાં 1 ઈંચ, વઘઈમાં 1 ઈંચ, તો કપડવંજ, વલસાડ,ચીખલી, સોનગઢ, લીમખેડા, ઉમરપાડા, બાયડ, ઉમરેઠ, માંડવી, સંતરામપુર, ડેસર, ડાંગ,વાલોડ અને ખાનપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube