ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ: અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈને કરી મોટી આગાહી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતાતુર

Published on Trishul News at 12:27 PM, Thu, 28 September 2023

Last modified on September 28th, 2023 at 12:27 PM

Ambalal Patel’s prediction in Gujarat: રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જોકે, ગુજરાતમાંથી વરસાદનું ઘટતું જશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઈ ચૂકી હોઈ રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે તેમ સ્થાનિક હવામાન વિભાગ જણાવે છે. આ વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની(Ambalal Patel’s prediction in Gujarat) આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી રહ્યા છે.

પ્રથમ નોરતે પડી શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના ઘણા સ્થળોઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા
તેઓએ કહ્યું છે કે, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભારત – પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો પર ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.

‘નવરાત્રી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ’
અગાઉ ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. તેઓએ જણાવ્યું છે કે, 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો તારીખ 16મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલું જ નહીં 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે.

ગત નવરાત્રીમાં પણ પડ્યો હતો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ નવરાત્રીના પહેલા નોરતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે ઉનામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ઉનામાં માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ ખાબક્યો હતો.

Be the first to comment on "ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ: અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈને કરી મોટી આગાહી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતાતુર"

Leave a comment

Your email address will not be published.


*