કડકડતી ઠંડીથી ગુજરાતીઓને ક્યારે મળશે રાહત? અંબાલાલ પટેલે આપી આ મહત્વની માહિતી

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં જાણે ઠંડીનું જોર બમણું થઇ ગયું છે. રાજ્યમાં ઉત્તરીય પવન ફૂંકાય રહ્યા છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો છે. ઠંડી વધતા જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ દરમિયાન, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 3 દિવસ કોલ્ડ વેવ(cold wave) રહેશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે.

જણાવી દઈએ કે, અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને કચ્છમાં શીત લહેર ફરી વળશે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં નલિયાનું લઘુતમ તાપમાન 15 ડીગ્રી ગગળ્યું છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન પણ 10 ડીગ્રી તાપમાન નીચું ગયું હોવાનું સામે આવ્યું છે.

22 જાન્યુઆરીએ નલિયાનું લઘુતમ તાપમાન 19.8 નોંધાયું હતું અને અમદાવાદના શહેરનું લઘુતમ તાપમાન 19.9 ડીગ્રી નોંધાયું હતું. જોકે, 25 જાન્યુઆરીએ એટલે કે આજે નલિયાનું તાપમાન 4.8 ડીગ્રી નોંધાયું છે. ગાંધીનગર લઘુતમ તાપમાન 5.5 ડીગ્રી, ડીસા લઘુતમ તાપમાન 7.6 ડીગ્રી, રાજકોટ લઘુતમ તાપમાન 8.6 ડીગ્રી, કંડલા લઘુતમ તાપમાન 9.6 ડીગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, અન્ય શહેરનું લઘુતમ તાપમાન ગગળતા ઠંડીથી લોકો ઠુઠવાયા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 3 દિવસ કોલ્ડ વેવ રહેશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે, કે 29 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહશે અને 29 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે. જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરવા માટે લોકોની ભીડ હોય છે. પરંતુ, કોરોના અને કડકડતી ઠંડીના કારણે રિવરફ્રન્ટ પર વહેલી સવારે માહોલ પણ સુમસામ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *