ગુજરાતવાસીઓ ફરી એકવાર વરસાદ માટે થઈ જાવ તૈયાર, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Predictions in Gujarat: મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન ઉપર વિપરીત અસર…

Ambalal Patel Predictions in Gujarat: મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન ઉપર વિપરીત અસર પડી રહી છે. ત્યારે હવે ફરી એક વખત ચોમાસુ સક્રિય થવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં વિરામ લીધા બાદ હવે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ,(Ambalal Patel Predictions in Gujarat) રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ પણ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. 7 અને 8 તારીખના રોજ છુટાછવાયા વરસાદની શક્યતા યથાવત કરી છે.

આવા નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અગામી 6 થી 12 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળના અપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવા જઈ રહી છે તે ભરૂચ, પંચમહાલ, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગરમાં વરસાદ ખેંચી લાવશે. પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *