લે આલે.. આ શું! અહીયાના મેયરે મગર સાથે કર્યા ધામધૂમથી લગ્ન, આટલું જ નહિ મગરને દુલ્હન જેમ તૈયાર કરી

વર્તમાન સમયમાં લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. કેટલીકવાર તો લોકો એવું કરી બેસે છે કે, વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ઘણા અનોખા લગ્ન અને તેમાં અનુસરવામાં આવતા અજીબોગરીબ રિવાજોના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. લગ્નના આવા ઘણા સમાચાર ઇન્ટરનેટ પર આવે છે, જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. હવે આ દરમિયાન એક એવો જ લગ્નનો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

એક અનોખા લગ્ન આખી હાલમાં આખી દુનિયામાં ચકચાર મચાવી રહ્યા છે. આ અનોખા લગ્ન કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ એક મેયર દ્વારા કરવામાં આવ્યા છે. સૌથી નવાઈની વાત એ છે કે મેયરે કોઈ છોકરીને પોતાની લાઈફ પાર્ટનર નથી બનાવી, પરંતુ તેણે એક ખતરનાક મગર સાથે લગ્ન કર્યા છે. ચાલો જાણીએ એવું તો શું થયું કે, મેયરે મગર સાથે લગ્ન કર્યા?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિકોના સેન પેડ્રો હુઆમેલુલાના મેયર સેક્ટર હ્યુગોએ આ અનોખા લગ્ન કર્યા છે. તેણે તમામ વિધિઓ સાથે મગરને પોતાની દુલ્હન બનાવી છે. હવે આખી દુનિયામાં તેમના લગ્નની ચર્ચા થઈ રહી છે. મેયરના આ અનોખા લગ્નમાં હજારો લોકો હાજર રહ્યા હતા. આ લગ્નમાં તમામ રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. મેયરના લગ્નમાં પરિવારે તમામ રીત-રિવાજો નિભાવ્યા હતા. હવે તમે આ અનોખા લગ્ન વિશે જાણીને વિશ્વાસ નહીં કરો, પરંતુ આ બિલકુલ સાચું છે. આ અનોખા લગ્ન પાછળ એક ખાસ કારણ છે.

મેક્સિકોમાં આ પ્રકારના લગ્નની ખૂબ જૂની પરંપરા છે. પર્યાવરણ અને પ્રાણીઓ સાથે મનુષ્યનો સંબંધ મજબૂત કરવા માટે દેશમાં આવા લગ્નોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના લગ્ન અહીં સામાન્ય છે. લોકો માને છે કે આ કરવાથી ભગવાન તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે. એવું કહેવાય છે કે લોકો સારો વરસાદ અને વધુ આવક મેળવવા માટે આવા લગ્નનું આયોજન કરે છે. આ કારણોસર, મેયરે એક મગર સાથે લગ્ન કર્યા હતા. મેક્સિકોમાં મગર સાથે લગ્ન કરવાની જૂની પરંપરા છે. લોકોનું કહેવું છે કે આ પરંપરા વર્ષ 1789 થી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *