ખેડૂતોના કૃષિ કાયદાના વિરુદ્ધમા ખેડૂત આંદોલન શરુ છે. રાકેશ ટિકૈતની આગેવાનીમાં રવિવારના રોજ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરના ખેડૂતોને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીન, યુપી અને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. જો કે આ મહાપંચાયત દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેને લઇ સોશિયલ મીડિયા પર રાકેશ ટિકૈત આલોચના થઇ રહી છે.
આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાકેશ ટિકૈત પર પલટવાર કર્યો છે. ટિકૈતના એક ટ્વીટ પર ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કટાક્ષ કરતા કહ્યું છે કે, ’20 હજાર ભેગા નથી કરી શક્યા અને 20 લાખનો દાવો કરી રહ્યા છે’, તેમણે રાકેશ ટિકૈત પર હુમલો કરતા કહ્યું કે ચાર ફોટો ટ્વીટ કરી છે એમાં રાકેશ ટિકૈત પોતાના ચહેરો દેખાડી રહ્યા છે. સાંભળ્યું છે કે, મિયા ખલિફાની અફવાઓ ઉડી હતી, ત્યારે થોડી ભીડ આવી પરંતુ લોકો નિરાશ થઇ પાછા જતા રહ્યાં હતા.
20 हजार जुटा ना पाए, 20 लाख का दावा कर रहे हैं,
चार फोटो ट्वीट की है और चारों में खुद का ही थोबड़ा दिखा रहे हो ख़लीफ़ा के ताऊ,
सुना है मियां खलीफा के आने की अफवाह भी उड़वाई थी, जिसकी वजह से थोड़ी बहुत भीड़ आई थी, लेकिन भीड़ बहुत निराश होकर गई।@RakeshTikaitBKU https://t.co/bz3gSfYXsG
— Rakesh Tripathi (@rakeshbjpup) September 5, 2021
ઉત્તરપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ રાકેશ ટિકૈતના એક ટ્વીટનું રીટ્વીટ કરતા તેમના પર કટાક્ષ કર્યા છે. પોતાના ટ્વીટમાં રાકેશ ટિકૈતે લખ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી લઇ કેરળ સુધીના 20 લાખ ખેડૂતોએ મુઝફ્ફરનગર પહોંચી તાનાશાહ સરકારને ફરી સર્ટિફિકેટ આપી દીધું છે જેમને તેઓ મુઠ્ઠીભર ખેડૂત કહે છે અને તે સમગ્ર દેશના ખેડૂત છે.
રાકેશ ત્રિપાઠી પહેલા ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ પણ ખેડૂત આંદોલન પર આકરા પ્રહાર કર્યા છે. કેશવ પ્રસાદ મોર્યએ ખેડૂત આંદોલનની તુલના શાહીન પ્રદર્શન સાથે કરી અને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં ખેડૂત નહિ પરંતુ તમામ પાર્ટીના એટલે કે સપા, બસપા અને કોંગ્રેસના લોકો છે. એમણે કહ્યું કે, શાહીન બાગનું આંદોલન જે રીતે નિષ્ફળ ગયું એવી જ હાલત ખેડૂત આંદોલનની પણ આગામી સમયમાં થશે. અમે તમને જણાવી દઈએ કે, નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ શાહીનબાગમાં પ્રદર્શન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.