ગુજરાત(Gujarat): એશિયાની સૌથી મોટી હોસ્પિટલ(Asia’s largest hospital) એવી અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ને ફાળવવામાં આવેલી કેન્ટીનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આ હોસ્પિટલની કેન્ટીન(Canteen) કેટલી ગંદી છે તે બતાવવા જાગૃત નાગરિકોએ વીડિયો રેકોર્ડ(Video record) કર્યો છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કેન્ટીનમાં કચરાના થર જામી ગયા છે અને તે જ સમયે ઉંદરો આડેધડ ફરે છે અને તરબૂચ ખાઈ રહ્યા છે. કેન્ટીનમાં રાખેલા વસ્તુઓના બોક્સ પણ ખુલ્લેઆમ પડ્યા છે અને ત્યાં ઉંદરો ફરતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયા બાદ સિવિલના વહીવટી અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
સિવિલમાં જ્યાં દર્દીઓ સાજા થવાની આશાએ દાખલ થાય છે, ત્યાંના જ કેન્ટીનમાં ઉંદરો આંટાફેરા મારે છે અને વસ્તુઓ ખાય જાય છે. અહીંથી ઉંદરો દ્વારા ખાધેલા તરબૂચનું જ્યૂસ દર્દીઓ માટે લઇ જવામાં આવ્યું હોય તેવું બની શકે. સવાલ એ છે કે કેન્ટીનના અધિકારીઓની આવી બેદરકારીના કારણે જો કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ?
વીડિયો વાયરલ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ તાત્કાલિક હોસ્પિટલની કેન્ટીન બંધ કરી દીધી હતી. તેમણે તમામ વસ્તુને અખાદ્ય ગણીને નષ્ટ કર્યું છે. હવે આ મામલે કેન્ટીન સામે શું કાર્યવાહી કરવામાં આવે તે અંગે કમિટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જોવામાં આવે તો આ પ્રકારની ઘોર બેદરકારી દર્દીઓ માટે ખુબ જ જોખમી બની શકે છે. આ પ્રમાણે ઉંદર રખડતા જોઇને લાગી રહ્યું છે કે, અહિયાં દર્દી સાજો થવાની જગ્યાએ વધુ બીમાર પડે તો નવાઈ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.