આપઘાતનો LIVE વિડીયો: ટ્રેન આગળ કૂદી પડ્યો આધેડ અને ગણતરીની સેકન્ડમાં જ મળ્યું દર્દનાક મોત

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)થી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો શહેરના રેલવે પ્લેટફોર્મ નંબર-1 પરથી પસાર થઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસ…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)થી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો શહેરના રેલવે પ્લેટફોર્મ નંબર-1 પરથી પસાર થઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન(Shatabdi Express Train) આગળ કૂદીને એક આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિચલિત કરી દેતી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

ટ્રેન આવી અને આધેડ કુદી ગયો:
શહેરના અતિવ્યસ્ત એવા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ગુરૂવારના રોજ બપોરે 4 વાગ્યેને 41 મિનિટ પર બનેલી ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. વિડીયોમાં જોઈ શકો છો કે, પ્લેટફોર્મ પર સૌ કોઇ ટ્રેનની રાહ જોઇને ઉભા હતા, ત્યારે અમદાવાદથી મુંબઇ જઈ રહેલી ટ્રેન પસાર થઇ રહી હતી. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી કે એક આધેડ સામાન્ય મુસાફરની જેમ ટ્રેન પાસે આવ્યો અને ધસમસતી ટ્રેન આગળ વિના સંકોચે કૂદી પડ્યો હતો. જેથી ટ્રેન તેના પરથી પસાર થઇ ગઇ હતી અને આધેડનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ચકચાર મચી જવા પામી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો:
જો બીજી બાજુ આ બનાવની જાણ રેલવે પોલીસને થતાંની સાથે જ પોલીસ સ્થળ પર આવી ગઈ હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, આજે મોડી રાત સુધી પોલીસ પ્રસાશને આ મૃતક ક્યાંનો રહેવાસી હતો, તે અંગેની કોઈ જાણકારી મળી નથી. બુધવારના રોજ સાંજે બનેલા આપઘાતના આ ઘટનાએ રેલવે સ્ટેશનમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મૃતકની ઓળખ બાદ અન્ય વિગતો બહાર આવી શકે છે.

આ પહેલા પણ અનેક વાર આ પ્રકારની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે ફરી એક વાર આવી ઘટના સામે આવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. વિડીયો જોઇને તમારું મન પણ થોડા સમય માટે વિચલિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *