સુરતમાં મધરાત્રે સ્વીફ્ટ ગાડી ધડાકા ભેર ઝાડ સાથે અથડાતા પલ્ટી મારી ગઈ – ઘટના સ્થળે જ 2 યુવકોના ઉડી ગયા પ્રાણપંખીડા

સુરત(SURAT): અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કામરેજ (Kamrej)ના સેવણી નજીક સેવણી વિહાણ રોડ પર મોડી રાત્રે સ્વીફ્ટ ગાડીમાં સવાર ત્રણ પૈકી ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્વીફ્ટ ગાડી ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન આગળની સીટ પર સવાર ચાલક સહિત બાજુમાં બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ખોલવડ ખાતે આવેલી દિનબંધુ હોસ્પીટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં અને કામરેજની દેવનગરી સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ વિજયસિંહ મોરી કામરેજ ગામ ખાતે રહેતા મિત્ર હેમાંગ કહારની સ્વીફ્ટ ડિઝાયર ગાડી લઈ માંડવી ખાતે રહેતા મિત્રનું બારડોલીના બામણી ખાતે આવેલા ખેતરે ગયા હતા. ત્યારબાદ બારડોલીથી પરત ફરતી વેળાએ કામરેજ તાલુકાના વિહાણ તેમજ સેવણી ગામે રહેતા મિત્ર મેહુલ પરમાર અને હિમાંશુ માંહ્યવંશીના પરિવાર બહાર ગામ હોવાથી સેવણી ગામના પેટ્રોલ પમ્પ પાસે આવેલી ઇંડાની લારી પર બહાર જમવાનું નક્કી કર્યું હતું.

આ સમયે વિહાણ ગામ તરફ જતા સેવણીના બજરંગ ફાર્મ નજીક આવતા ટર્ન પાસે ચાલક હિમાંશુએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈને પલ્ટી ખાઈ જતા ફંગોળાઇ ઉંધી વળી ગઈ હતી. અકસ્માત અંગેની ઘટનાની જાણ થતા સેવણી ગામ તેમજ આજુબાજુના રહેવાસીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગાડીના ચાલક અને સેવણી ગામે નિશાળ ફળિયામાં રહેતા હીમાંશુ પ્રવિણભાઇ ઉમરીયા (24) તેમજ વિહાણ ગામના માંહ્યવંશી મહોલ્લામાં રહેતા મેહુલ હરીશભાઈ પરમાર (26) બંનેએ ઘટના સ્થળે જ પર જ દમ તોડી દીધો હતો.

તેમજ અકસ્માતમાં ઇજાગ્રત થયેલા અને બચી ગયેલા યુવરાજસિંહ વિજયસિંહ મોરીએ કામરેજના ખાનપુર રહેતા તેમના મામા કિરણસિંહને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા બાદ બારડોલી ખાતે આવેલી ગાંધી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા અને કામરેજની દેવનગરી સોસાયટી ખાતે રહેતા યુવરાજસિંહ વિજયસિંહ મોરીએ અકસ્માત અંગેની કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે મોટર ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *