હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને કદાચ નવાઈ લાગશે. દૂધનું સેવન કરવાંથી હાડકા મજબૂત થાય છે. આની સિવાય દૂધમાં અનેકવિધ પોષક તત્વ પણ મળી આવે છે. જેને લીધે બાળકોથી લઇને વૃદ્ધો સુધીના તમામ લોકોને ડાયટમાં દૂધ સામેલ કરવાનું સૂચન કરવામાં આવે છે.
ભારતમાં ગાય-ભેંસની સિવાય બકરીનું પણ દૂધ પીવામાં આવે છે. ગાયનું દૂધ સમગ્ર દેશમાં અંદાજે 50 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવે છે પણ દુનિયામાં એક એવું જાનવર પણ છે કે, જેનું દૂધ 2,500 રૂપિયા પ્રતિ લીટરથી પણ વધુ મોંઘુ વેચાય છે. આ દૂધ વેચીને યૂકેનો એક ગોવાળિયો કરોડપતિ બની ગયો છે. આ વ્યક્તિએ ઘોડીનું દૂધ વેચીને પોતાનો મોટો બિઝનેસ સેટલ કર્યો છે. આ વ્યક્તિની પાસેથી ઘોડીનું દૂધ ખરીદનારની યાદીમાં અનેક સેલિબ્રિટીનો પણ સમાવેશ થાય છે.
આ વ્યક્તિ પાસે 14 ઘોડી:
યૂકેમાં આવેલ સૉમરસેટમાં રહેતા 62 વર્ષીય ફ્રેન્ક શેલ્લાર્ડ ઘોડીનું દૂધ વેચીને કરોડપતિ બની ગયો છે. તેની પાસે કુલ 14 ઘોડી છે. બ્રિટનમાં અચાનક ઘોડીના દૂધની માંગ વધવા લાગી છે. કસ્ટમર્સની વધતી સંખ્યાને જોઇ હવે ફ્રેન્ક પોતાનો બિઝનેસ વધારવાનું વિચારી રહ્યો છે. ફ્રેન્ક ઘોડીના દૂધને 250mlની બોટલમાં પેક કરીને વેચે છે. તેની કિંમત 600 રૂપિયાથી વધુ હોય છે. ફ્રેન્ક ઘોડીનું દૂધ 2,000 રૂપિયા લીટર વેચાય છે.
ઘોડીના દૂધમાં મહિલાના દૂધ સમાન ગુણ હોય છે:
ફ્રેન્કના કુલ દોઢ સોથી વધુ ગ્રાહક છે કે, જેમાં યૂકેના પ્રખ્યાત લોકો પણ સામેલ છે. તેઓ જણાવતા કહે છે કે, ગાયનું દૂધ ફક્ત માર્કેટિંગને લીધે પ્રખ્યાત થયું છે. ઘોડીના દૂધમાં ગાયના દૂધ કરતા પણ વધુ પૌષ્ટિક ગુણ રહેલાં હોય છે. ફ્રેન્ક પોતે પણ નિયમિત 1 લીટર ઘોડીનું દૂધ પીવે છે.
જેને લીધે તેની બોડી ઉપર ખુબ સારો પ્રભાવ પડ્યો છે. ઘોડીના દૂધમાં ફેટનું પ્રમાણ ખુબ ઓછું રહેલું હોય છે. આની સાથે જ, તે વિટામિન -C નો પણ ખુબ સારો સોર્સ છે. ઘોડીના દૂધમાં મહિલાઓના દૂધ જેવા જ ગુણ રહેલાં હોય છે. ફ્રેન્ક પોતાની દીકરી તથા દાદીને પણ ઘોડીનું દૂધ જ પીવડાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.