ગુજરાત(Gujarat): રાજ્યમાં યુવાધન(Youth) નશાખોરી(Addiction)ના રસ્તે જઈ રહ્યું છે અને તેની ખરાબ અસર સમાજમાં રહેલા અનેક લોકો પર પડી રહી છે. ત્યારે તેની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે પણ મોટી જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્યમાં આ વખતે રાવણ દહન(ravan dahan 2021)નો કાર્યક્રમ યોજી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે, હિન્દુ સંસ્કૃતિમાં રાવણ દહનને ખુબ મોટું મહત્વ આપવામાં આવે છે અને રાજ્યના સૌ નાગરિકો દર વર્ષની જેમ રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે પણ યોજી શકે તે માટે નવરાત્રિની જેમ જ 400 લોકોની SOP અંતર્ગત રાવણ દહનની પરમિશન અમે લોકોને આપવાના છીએ. તમામ તહેવારો અને ઉત્સવો કોરોનાને કંટ્રોલમાં રાખીને ઉજવી શકે તે માટે અમે અને અમારી સરકાર કટીબધ્ધ છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓને હાથ જોડીને અપીલ કરતા કહ્યું હતું કે, યુવાનો પણ ડ્રગ્સ ફ્રી ગુજરાતના અભિયાનમાં જોડાય અને રાષ્ટ્રની સેવામાં લાગી જાય અને આ જાળમાંથી બહાર નીકળે. માદક દ્રવ્યો યુવાઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે અને આ દૂષણને દુર કરવા માટે યુવાઓ પણ માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે તે ખુબ જ જરૂરી છે. યુવાનો સિગારેટ અને અન્ય કોઈ પણ ખરાબ લત પર ન ચડે તેવી મારી હાથ જોડીને ગુજરાતના તમામ યુવાનોને હાથ જોડીને વિનંતી છે.
નશા જેવા કેફી પદાર્થોને યુવાનો છોડે:
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી પોલીસી અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, કેફી અને નશા કારક પદાર્થના વેપારને રોકવા માટે સરકાર કટિબંધ છે. રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેચતો હોય તેની બાતમી આપનારને સરકાર તરફથી પુરસ્કાર આપવમાં આવશે. જેમાં બાતમી આપનાર અને પોલીસ કર્મીઓ માટે ઇનામ આપવાનું વિચારવામાં આવ્યું છે. આ પોલીસીમાં બાતમી આપનારની માહિતી બાદ કાર્યવાહી થવાના કિસ્સામાં ઇનામ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.