ગુજરાતના વાહનચાલકો માટે સરકારની મોટી જાહેરાત- આ નવો નિયમ જાણીને ખુશીના ફુવારા છૂટી જશે

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar)થી મંત્રી પૂર્ણેશ મોદી(Purnesh Modi)એ મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. પૂર્ણેશ મોદીએ કહ્યું કે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહનનો જે પોતાનો નંબર હશે તે પોતાની પાસે રાખી શકશે. નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણવામાં આવશે. વ્યકિત પોતાનું વાહન વેચી શકશે અને તેનો જુનો નંબર પોતાની પાસે રાખી શકે છે. નંબર પોતાની પાસે રાખે તેનો સરકાર દ્વારા ચાર્જ લેવામાં આવશે. સ્ક્રેપ વાહન(Scrap vehicle) થાય તો પણ વ્યકિત નંબર પોતાની પાસે રાખી શકાશે. ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે અલગ અલગ ચાર્જ લેવામાં આવશે.

અલગ-અલગ ચાર્જ ચૂકવવો પડશે:
પૂર્ણેશ મોદીએ કહ્યું કે, વાહન નંબર રિટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ અનુસાર જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે  રૂપિયા 8,000, સિલ્વર નંબર માટે રૂપિયા 3,500 અને અન્ય નંબર માટે રૂપિયા 2,000 અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂપિયા 40,000, સિલ્વર નંબર માટે રૂપિયા 15,000 અને અન્ય નંબર માટે રૂપિયા 8000 મિનીમમ ચાર્જ ચૂકવવાનો રહેશે.

જૂનું વાહન ખરીદનાર વ્યક્તિને મળશે નવો નંબર મળશે:
​​​​​​​મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે,વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરવામાં આવે તે સમયે તે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદવામાં આવેલ  નવા વાહનોને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર દેવામાં આવશે. વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદવામાં આવેલ વાહન પર જૂના વાહનનો નંબર રિટેન કરી શકાશે અને જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવી દેવામાં આવશે.

બે વખત જૂનો નંબર જાળવી શકશે:
પૂર્ણેશ મોદીએ વધુમાં કહ્યું છે કે,વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજૂઆતોને ધ્યાનમાં લઈને દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ રાજ્યમાં પણ વ્હીકલ નંબર રિટેન્શનની પોલિસીને અમલમાં મુકવાનો આ મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં વાહન માલિક બે વખત તેઓના વાહન નંબર ફરી મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *