ગુજરાત(Gujarat): કચ્છ(Kutch)માં સતત બીજા દિવસે નર્મદા કેનાલ(Narmada Canal)માં ડૂબી જવાથી મોતની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે માંડવી(Mandvi) તાલુકાના મોટી રાયણ ગામે જોડિયા મુયર સાથે કેનાલમાં ડૂબી જવાથી મોતની ઘટના તાજી છે ત્યાં ફરી હવે મુન્દ્રા તાલુકાના ભુજપુર પાસેથી પસાર થતી કેનાલમાં માંડવી તાલુકાના મસ્કા ગામના સગીરનું ડૂબી જવાને કારણે કરુણ મોત થયું હતું.
મહત્વનું છે કે, આશાસ્પદ સગીરના મોતને કારણે પરિવાર અને સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આમ માત્ર બે દિવસની અંદર કેનાલ ચાર વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થતા પ્રશાસન દ્વારા કેનાલ આજુબાજુ બચાવના પ્રયાસો વિકસાવવાની માંગ કરવામાં આવી છે.
વધુમાં આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના મસ્કા ગામનો 17 વર્ષનો રણજીતસિંહ ખાનજી પલ વડાલા ખાતે આવેલા દશામાંના મંદિરે પદયાત્રાએ નીકળેલા મામા મામીની સેવા માટે બાઈક પર સવાર થઈ ગેલડા ચોવાટ આવી પહોંચ્યો હતો. જ્યાં બધા સાથે આરામ કરતા સમયે તે પાસેની નર્મદા કેનાલમાં મોઢું ધોવા ગયો હતો જ્યાં અકસ્માતે તેનો પગ લપસી જવાને કારણે તે કેનાલના વહેતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
સમગ્ર બનાવના પગલે સ્થાનિકના લોકોએ તુરંત તે સગીરને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી પરંતુ તેનો જીવ બચી શક્યો ના હતો. ઘટના પછી સગીરના મૃતદેહને મુન્દ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મસ્કા ગામના સરપંચ સહિતના આગેવાનો અને સમાજના લોકોએ હાજર રહ્યા હતા અને પરિજનીને વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ બન્યા હતા અને સાંત્વના પાઠવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.